આવો સત્સંગ માઁ: સપ્ટેમ્બર 2022

નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી | Shree Tantrokt RatriSuktam Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી | Shree Tantrokt RatriSuktam Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

shree-tantrokt-ratrisuktam-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી.

ૐ શ્રી કુળદેવી નમઃ 


શ્રી તંત્રોક્ત રાત્રિસૂક્તમ્


જે આ વિશ્વની અધિશ્વરી, જગતની માતા, જગતનું પાલન કરનારી અને જગતનો સંહાર કરનારી છે. તે વિષ્ણુની નિદ્રાસ્વરૂપે છે; તેમજ તેમના સમાન બીજું કોઈ છે જ નહિ. જ્યોતિસ્વરૂપે વિષ્ણુને પ્રકટ કરવાવાળાં પણ તે જ છે.

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે


હે દેવી ! સ્વાહારૂપે પણ તમે જ છો, સ્વધારૂપે પણ તમે જ છો. યજ્ઞ અને સ્વરનું સ્વરૂપ પણ તમે છો. તમે જ અવિનાશી છો, તમે જ નિત્ય છો, ત્રણ પ્રકારની માત્રસ્વરૂપ-પ્રણવસ્વરૂપ પણ તમે જ છો.


હે દેવી ! ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધમાત્રા છે તે તમે જ છો, તમે જ સંધ્યા અને સાવિત્રી છો તથા પરમ જનની પણ તમે જ છો.


હે દેવી ! તમે જ જગતને ધારણ કરો છો, ઉત્પન્ન કરો છો, પાળો છો અને અંત સમયે તમે જ સંહાર કરો છો.


હે જગન્મયી દેવી ! આ જગત તમારું જ સ્વરૂપ છે. સર્જન સમયે તમે સૃષ્ટિરૂપ છો, પાલન સમયે સ્થિતિરૂપ છો અને અંત સમયે સંહારશક્તિરૂપે પણ આપ છો.

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે


તમેજ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ અને મહામોહરૂપ છો. મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો.


ત્રણે ગુણોની પ્રકૃતિ તમારાથી જ ઉત્પન્ન થયેલી છે. ભયંકરૢ કાલરાત્રિ-મહારાત્રિ અને મોહરાત્રિ સ્વરૂપે તમે જ છો.


તમેજ શ્રી છો. તમે જ ઈશ્વરી છો. તમે જહીં છો. તમે જ બોધલક્ષણા બુદ્ધિ છો. તમે જ લજ્જારૂપ, પુષ્ટિ તુષ્ટિ, શાંતિ એ ક્ષમાશીલ ગુણાવાળાં પણ તમે જ છો. 


તમે જ ખડ્ગ, ત્રિશૂળ, ધોરા, ગદા, ચક્ર, શંખ, ચાપ, બાણ, ભુશુડી અને પરિધ વગેરે આયુધોને ધારણ કરનારાં છો.


તમે સૌમ્યથી સૌમ્યતર છો અને અત્યંત સુંદર શ્રેષ્ઠ સ્વરૂપવાળાં છો. પર અને અપર સર્વથી દૂર રહેનારાં તમે જ પરમેશ્વરી છો.


જગતમાં સત્ અને અસરૂપે આપ છો, તેથી અખિલ સ્વરૂપવાળાં હે દેવી ! આપની હું શું સ્તુતિ કરી શકું એમ છું ?

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


જે ઈશ્વર જગતને સર્જે છે, પાળે છે ને સંહારે છે તે જ ઈશ્વર આપની નિદ્રાશક્તિને વશ થઈ સૂઈ ગયા છે, તો પછી હે દેવી ! આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે ?


આપના વડે જ હું (બ્રહ્મા), વિષ્ણુ તથા શંકર દેહ ધારણ કરનાર થયેલા છીએ. તો પછી બીજો એવો કોણ હોય, જે આપની સ્તુતિ કરવા સમર્થ હોય ?


હે દેવી ! આ પ્રમાણે આપ ઉદાર પ્રભાવોને લીધે સ્તુતિ કરાયેલાં છો. આપ આ મધુ અને કૈટભ બે દૈત્યોને આપના મહાન પ્રભાવ વડે મોહ પમાડો.
આપજલદીથી જગતના સ્વામી વિષ્ણુ ભગવાનને જગાડો અને આ બંને મહાઅસુરોનો નાશ કરવાની પ્રેરણા કરો. 

|| ઇતિશ્રી રાત્રિસૂક્ત સમાપ્તમ્ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 31 થી 35 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 31 to 35 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 31 થી 35  છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 31 to 35 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma 

anand-no-garbo-meaning-31-to-35-Gujarati
anand-no-garbo-meaning-31-to-35-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા છંદ 31 -35 ગુજરાતી માં અથૅ.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ 


મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા

બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા || ૩૧ ||


જય શ્રી બહુચર માં  માડી  આપ આદિથી આપ પૃથ્વી પર કૈલાસ પવૅત ની પાસે આવેલા મેરૂ પવૅત પર નિવાસ કરો છો . .. || ૩૧ ||


શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે


ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા

વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા  || ૩૨ ||


જય શ્રી બહુચર માં  માડી  બ્રહ્માજી પણ આપની ગુપ્ત ગતિ અને આપના સ્વરૂપ વિભાગ વગેરેના ભેદ જાણી શકાયા ન હતા. તેમજ ચાર વેદો તથા વેદોની વાણી અથવા સરસ્વતિ જી અને વેદો પણ આપના ગુહ્યાગુણાનુવાદ તેમજ વિશ્ર્વના ચરાચર પદાર્થો નો મૂળ ધર્મ અને જ્ઞાન કિયા ચાહેલુ સિદ્ધ કરવાની કૃતિ અંદર બ્રહ્માજી વેદો અને સરસ્વતિ જી પણ પાર ન પામવાની ફક્ત આપના વખાણ કરી તેઓ આનંદ પામેલ છે. તો માહારી મતિ તો તેમની આગળ વાંચો હિસાબમાં છે કે હું ચત્કિચિત ગુપ્ત ગતિનો ભેદ લહી શકું? ... || ૩૨ || 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે


વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા

અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા || ૩૩ ||


જય શ્રી બહુચર માં  માડી  શ્રી ભગવાન વિષ્ણુ એ પણ આપની શક્તિ જોઈ ધન્ય ધન્ય બોલી તમારી શક્તિ વખાણી છે. જગતમાં બીજી અનેક શક્તિ ઓ છે . તે તમારાથી શક્તિ સવૅની લીલા છે. ધણા રાક્ષસોને ભક્ષી ભયામુકત ભૂમી કરી જેથી બાળા ત્રિપુરા રૂપ બહુચરી તરીકે ખ્યાતિ પામ્યા છો... || ૩૩ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ   


માને મન માહેશ, માત મયા કીધે મા

જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા || ૩૪ ||


જય શ્રી બહુચર માં  માડી  શ્રી મહાદેવજી પણ આપ માડીની લીલા ને માન આપતા હતા કેમકે તેઓ પણ આપ માની કૃપા શક્તિથીજ સંહારક શક્તિ ધરાવતા હતાં તેમજ ઈન્દ્ર પણ સ્વગૅ સામ્રાજ્ય નું આધિપત્ય પણું અને શેષનાગ પોતાની ફણા પર પૃથ્વી ને ધારણ કરવાનું અગાધ શક્તિ બળ વડે નિભાવે છે તે આપની ઈચ્છા કૃપા કરૂણા દિવ્ય પ્રતાપ શક્તિ પૂજારી થવાથીજ બ્રહ્મા સૃષ્ટિ રચી શક્યા નારાયણ ભગવાન જગપાલન કરવામાં નિમગ્ર રહ્યા. શિવજી જંગ સંહારમા પ્રવૃતિવંત બન્યા વેદો આપ માડીની વાણીનાજ સૂત્રોથી સ્તુતિ કરવા લાગ્યા. સરસ્વતીજી વાણી વિલાસ અને ઈન્દ્ર અધિકાર શક્તિને શોભાના લાગ્યા એ સવૅ આપ પ્રતાપની જ છે... || ૩૪ || 


સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા

નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા || ૩૫ ||


જય શ્રી બહુચર માં  માડી  હજાર ફણાવાળા શેષનાગે પણ જ્યારે આપની શક્તિ ની ભક્તિ કરી ત્યારે જ નાગેશની પદવી અને કીતી મેળવી છે અને શ્રી વિષ્ણુ ભગવાનની શૈયામા ભાંગી બની આપનાર શક્તિ નો આપ પ્રતાપથી પરિચય કરાવ્યો અને નાગપતિ પદને શોભાવ્યું... || ૩૫ ||

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 26 થી 30 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 26 to 30 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 26 થી 30  છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 26 to 30 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa 

anand-no-garbo-meaning-26-to-30-Gujarati
anand-no-garbo-meaning-26-to-30-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા છંદ 26 -30 ગુજરાતી માં અથૅ.


ૐ શ્રી બહુચર માતાયે નમઃ 


પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા

જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા || ૨૬ ||


જય શ્રી બહુચર માં  માડી દરેક યુગમાં નાગ, પશુ , અને પક્ષી વગેરે જુદાજુદા પ્રાણીઓની અંદર જીવરૂપે આપ રૂદ્રાણી સ્વરૂપે બિરાજમાન છો... || ૨૬ ||

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે


ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા

જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા || ૨૭ ||


જય શ્રી બહુચર માં  માડી  માં આંખની વચ્ચે દેખાતી કાળી કીકી જો ન હોય તો જડ જેવી બની કાયૅ કરીએ શકતી નથી. ચેતન સ્વરૂપે કીકી હોવાથી આંખમાં. ચપળતા રહેલી છે. આથીજ જગતનું સારા નરસાનુ ભાન કરવા છે. તેમ માણસનાં જાનમાં ચેતન સ્વરૂપે માજી માગૅદશૅન હોય તોજ માનવ હ્રદય જોઈ શકે છે. તેના પ્રતાપે જ વિચાર શક્તિ સરસ , નરસ પારખી શકે છે. પંચભૂત શરીરની અંદર જ્ઞાનરૂપી શક્તિ તમારો નિવાસ છે... || ૨૭ ||

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા

ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા. || ૨૮ ||


જય શ્રી બહુચર માં  માડી  અન્ન ખાઈને જીવન ગુજારનાર, દાસ ચારો ખાઈ જીવનાર તથા વાયુભક્ષી જીવન જીવન વ્યતીત કરનાર અને જળ માં વસી જીવન ગુજારનાર જળચર , થળચર , અને ખગચર વગેરે માનવ પશુ પક્ષી તથા જીવજંતુ પોતાનું પેટપોષણ કરી આયુ નિભાવે છે. તેનાં પન આપ ભરણપોષણ કતૉ માજીદ છો એટલે કે આપજ જીવમાત્રની શક્તિ છો.... || ૨૮ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા

ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા || ૨૯ ||


જય શ્રી બહુચર માં  માડી  આપ શ્રીમતિ રજોગુણ , તમોગુણ , અને સત્વ ગુણમ્ય ત્રિગુણાત્મક જગત જીવો ના દુ:ખ ભય ટાળનારાવ્હાર કરનારા છો એટલું જ નહીં પણ મુત્યુ તથા પાતાળ એ ત્રણેય લોક ને તારાનારા તત્વરૂપ છો અને વિશ્ર્વના જનની મા છો... || ૨૯ ||


જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા

કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા || ૩૦ ||


જય શ્રી બહુચર માં  માડી  જ્યારે જ્યારે જે જે જગ્યાએ જેવું જેવું રૂપ તેં સ્થળે તે સમયે તેવું સ્વરૂપ અને નામ ધારણ કરી ભક્તોના દુ:ખ સંરક્ષણ પુરૂં પાડો છો છતાં પણ જો કોઈ કોટી જપ કે ધુપ કરી ધ્યાન કરી તમને નયન સમક્ષ નિહાળવા માગેતો પણ કોઈ તમને કળી શકતું નથી. કારણકે આપની માયામાં ધણીજ ગુપ્ત શક્તિ ઓ સમાયેલી છે તે અપંરપાર છે ... || ૩૦ ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Pitru-Prathna-Gujarati-Lyrics
Pitru-Prathna-Gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશુંપિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત ""

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


ૐ પિતૃ દેવાય નમઃ 


શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ, શ્રાદ્ધકર્તાને દીર્ઘાયુષ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. ભાદરવા સુદ પુનમ 10 સપ્ટેમ્બર 2022  થી ભાદરવા વદ - ૩૦ અમાવસ્યા 25 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂરા સોળ દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે


શ્રાદ્ધ દિને પિતૃઓને કરવાની પ્રાર્થના


દાતારો નોડભિવર્ધન્તામુ વેદાઃ સંતતિરેવ ચ |

શ્રદ્ધા ચ નો માવ્યગમદ્ બહુ દેયં ચ નોઽસ્વિતિ ॥

 અન્નં ચ નો બહુ ભવેદતિથીન્ ચ લભેસિંહ | 

યાચિતરશ્ર્ચ નઃ સન્તુ માસ્મ યાચિસ્મ કંચન | 

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


ગુજરાતી અથૅ થાય છે


હે પિતૃદેવ ! અમારામાં દાતાઓ વધો.

હે પિતૃદેવ ! વેદાધ્યયન વૃદ્ધિ પામો.

 હે પિતૃદેવ ! સંતતિ વિસ્તાર પામો.

હે પિતૃદેવ ! અમારામાંથી શ્રદ્ધા ન જ જાઓ.

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

 

 હે પિતૃદેવ !  સુપાત્રને આપવા માટે અમારી પાસે ધન ધાન્ય-અન્ન અખૂટ રહો.

હે પિતૃદેવ ! અમને અતિથિઓ મળો.

 હે પિતૃદેવ ! અમને યાચનારાઓ પ્રાપ્ત થતા રહો, પરંતુ અમે કોઈને ય ન જ યાચીએ ! તેવી અમારા પર કૃપા વરસાવો.

 

 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે

પિતૃ શ્રાદ્ધપક્ષ તિથિ તારીખ માહિતી ગુજરાતીમાં | Shradha Tithi Mahiti Gujarati | Shradh 2022 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 પિતૃ શ્રાદ્ધપક્ષ તિથિ તારીખ માહિતી ગુજરાતીમાં | Shradha Tithi Mahiti Gujarati | Shradh 2022 |#આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shradha-tithi-mahiti-gujarati
shradha-tithi-mahiti-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું પિતૃ તર્પણ તિથિ અને તારીખ કરવું.

ૐ પિતૃભ્યો નમઃ 


નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


ભાદરવા માસનો વદ પક્ષ શરૂ થતાં પિતૃ પુજન તપણૅ સમય શરૂ થઈ જાય છે. પૂર્વજની મૃત્યુ તિથિ ના દિવસે પિતૃ તપણૅ કે પુજન થાય છે અને જો કોઈ સંજોગ વસાત તમને તમારા પિતૃઓની તિથિ યાદ નથી તો સવૅ પિતૃ અમાસ એટલે ભાદરવા વદ અમાસ ના દિવસે પુજન કે તપણૅ કરવું. આ વષૅ પિતૃ પુજન 10 સપ્ટેમ્બર  શનિવાર 2022 શરૂ કરીને 25 સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલે છે તો ચાલો આપણે જાણીયે તિથિ અને તારીખ.

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

પુનમ નું શ્રાદ્ધ અમાસ ના દિવસે કરવું.


૧૦/૦૯/૨૦૨૨ શનિવાર પડવાનું શ્રાદ્ધ

૧૧/૦૯/ર૦રર  રવિવાર બીજનું શ્રાદ્ધ

૧૨/૦૯/ર૦રર સોમવાર ત્રીજનું શ્રાદ્ધ

૧૩/૦૯/૨૦૨૨ મંગળવાર ચોથનું શ્રાદ્ધ

 ૧૪/૦૯/ર૦રર બુધવાર પાંચમનું શ્રાદ્ધ

૧૫/૦૯/૨૦૨૨ ગુરૂવાર છઠ્ઠનું શ્રાદ્ધ

૧૬/૦૯/ર૦રર શુક્રવાર સાતમનું શ્રાદ્ધ 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

૧૮/૦૯/૨૦૨૨ રવિવાર આઠમનું શ્રાદ્ધ

૧૯/૦૯/૨૦૨૨ સોમવાર નોમનું શ્રાદ્ધ

૨૦/૦૯/૨૦રર મંગળવાર દસમનું શ્રાદ્ધ

૨૧/૦૯/૨૦૨૨ બુધવાર અગિયારસનું શ્રાદ્ધ

૨૨/૦૯/૨૦૨૨ ગુરૂવાર બારસનું શ્રાદ્ધ

૨૩/૦૯/ર૦રર શુક્રવાર તેરસનું શ્રાદ્ધ

૧૪ ૨૪/૦૯/ર૦રર શનિવાર ચૌદશનું શ્રાદ્ધ

૨૫/૦૯/૨૦૨૨ રવિવાર સર્વ પિતૃ અમાસનું શ્રાદ્ધ આ વષૅ માટે પુનમ નું પણ આજે જ રહેશે.

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

રાધાષ્ટમી ના દિવસે શ્રી રાધાજીની આ સ્તુતિ  જેના પઠન માત્રથી જીવનમાં અપાર સુખ શાંતિ ધન પ્રાપ્તિ થાય | Radha Stuti Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

રાધાષ્ટમી ના દિવસે શ્રી રાધાજીની આ સ્તુતિ  જેના પઠન માત્રથી જીવનમાં અપાર સુખ શાંતિ ધન પ્રાપ્તિ થાય | Radha Stuti Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Radha-stuti-Gujarati-Lyrics
Radha-stuti-Gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું રાધાષ્ટમી ના દિવસે સૂતા પહેલા રાઘારાણીની આ સ્તુતિ કરવાથી જીવનમાં અપાર સુખ ઘન વૈભવ ની પ્રાપ્તિ થાય છે તો ચાલા પાઠ કરીયે.

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


 ૐ શ્રી રાધે કૃષ્ણ નમઃ 

શ્રી રાઘા સ્તુતિ

ગોલોકનાથસ્ત્વમતીવલીલો લીલાપતીયં નિજલોકલીલા I

 વૈકુણ્ઠનાથોસિ યદા ત્વમેવ લક્ષ્મીસ્તદેવં વૃષભાનુજા હિ ||

 ત્વં બ્રહ્મ ચેયં પ્રકૃતિસ્તટસ્થા કાલો યદેમાં ચ વિદુઃ પ્રધાનમ્ ।

મહાન્યદા ત્યં જગદકુરોસિ રાધા હૃદયં સગુણા ચ માયા ||

 શ્યામં ચ ગૌર વિદિત દ્વિધા મહસ્તવૈવ સાક્ષાત્ પુરુષોત્તમોત્તમમ્

ગોલોકધામાધિપતિ પરેશં પરાત્પરં ત્વા શરણું વ્રજામ્યહમ્ |

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ

 

બોલીયે શ્રી રાઘા રાણીની જય 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...