આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 31 થી 35 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 31 to 35 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 31 થી 35 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 31 to 35 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 31 થી 35  છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 31 to 35 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma 

anand-no-garbo-meaning-31-to-35-Gujarati
anand-no-garbo-meaning-31-to-35-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા છંદ 31 -35 ગુજરાતી માં અથૅ.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ 


મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા

બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા || ૩૧ ||


જય શ્રી બહુચર માં  માડી  આપ આદિથી આપ પૃથ્વી પર કૈલાસ પવૅત ની પાસે આવેલા મેરૂ પવૅત પર નિવાસ કરો છો . .. || ૩૧ ||


શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે


ન લહે બ્રહ્મા ભેદ , ગૃહય ગતિ ત્હારી મા

વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા  || ૩૨ ||


જય શ્રી બહુચર માં  માડી  બ્રહ્માજી પણ આપની ગુપ્ત ગતિ અને આપના સ્વરૂપ વિભાગ વગેરેના ભેદ જાણી શકાયા ન હતા. તેમજ ચાર વેદો તથા વેદોની વાણી અથવા સરસ્વતિ જી અને વેદો પણ આપના ગુહ્યાગુણાનુવાદ તેમજ વિશ્ર્વના ચરાચર પદાર્થો નો મૂળ ધર્મ અને જ્ઞાન કિયા ચાહેલુ સિદ્ધ કરવાની કૃતિ અંદર બ્રહ્માજી વેદો અને સરસ્વતિ જી પણ પાર ન પામવાની ફક્ત આપના વખાણ કરી તેઓ આનંદ પામેલ છે. તો માહારી મતિ તો તેમની આગળ વાંચો હિસાબમાં છે કે હું ચત્કિચિત ગુપ્ત ગતિનો ભેદ લહી શકું? ... || ૩૨ || 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે


વિષ્ણુ વિલાસી મન , ધન્ય જ ઉચ્ચરિયા મા

અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા || ૩૩ ||


જય શ્રી બહુચર માં  માડી  શ્રી ભગવાન વિષ્ણુ એ પણ આપની શક્તિ જોઈ ધન્ય ધન્ય બોલી તમારી શક્તિ વખાણી છે. જગતમાં બીજી અનેક શક્તિ ઓ છે . તે તમારાથી શક્તિ સવૅની લીલા છે. ધણા રાક્ષસોને ભક્ષી ભયામુકત ભૂમી કરી જેથી બાળા ત્રિપુરા રૂપ બહુચરી તરીકે ખ્યાતિ પામ્યા છો... || ૩૩ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ   


માને મન માહેશ, માત મયા કીધે મા

જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા || ૩૪ ||


જય શ્રી બહુચર માં  માડી  શ્રી મહાદેવજી પણ આપ માડીની લીલા ને માન આપતા હતા કેમકે તેઓ પણ આપ માની કૃપા શક્તિથીજ સંહારક શક્તિ ધરાવતા હતાં તેમજ ઈન્દ્ર પણ સ્વગૅ સામ્રાજ્ય નું આધિપત્ય પણું અને શેષનાગ પોતાની ફણા પર પૃથ્વી ને ધારણ કરવાનું અગાધ શક્તિ બળ વડે નિભાવે છે તે આપની ઈચ્છા કૃપા કરૂણા દિવ્ય પ્રતાપ શક્તિ પૂજારી થવાથીજ બ્રહ્મા સૃષ્ટિ રચી શક્યા નારાયણ ભગવાન જગપાલન કરવામાં નિમગ્ર રહ્યા. શિવજી જંગ સંહારમા પ્રવૃતિવંત બન્યા વેદો આપ માડીની વાણીનાજ સૂત્રોથી સ્તુતિ કરવા લાગ્યા. સરસ્વતીજી વાણી વિલાસ અને ઈન્દ્ર અધિકાર શક્તિને શોભાના લાગ્યા એ સવૅ આપ પ્રતાપની જ છે... || ૩૪ || 


સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા

નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા || ૩૫ ||


જય શ્રી બહુચર માં  માડી  હજાર ફણાવાળા શેષનાગે પણ જ્યારે આપની શક્તિ ની ભક્તિ કરી ત્યારે જ નાગેશની પદવી અને કીતી મેળવી છે અને શ્રી વિષ્ણુ ભગવાનની શૈયામા ભાંગી બની આપનાર શક્તિ નો આપ પ્રતાપથી પરિચય કરાવ્યો અને નાગપતિ પદને શોભાવ્યું... || ૩૫ ||

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...