આવો સત્સંગ માઁ: જુલાઈ 2021

અંગારકી ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશજી ના આ મંત્રોથી તમામ કાયૅ નિરવિઘ્ન થશે | Ganesh Mantra Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

અંગારકી ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશજી ના આ મંત્રોથી તમામ કાયૅ નિરવિઘ્ન થશે | Ganesh Mantra Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

Ganesh-Mantra-In-Gujarati-Lyrics

  શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી ગણેશજી ના મંત્રો ગુજરાતી લખાણ સાથે.

શ્રી ગણેશ મુળ મંત્ર

ॐ હ્રીં ગં ગણપતેય નમઃ

 

 ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 ગણેશ મંત્ર

શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.

નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।

 

ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગં સૌભાગ્ય ગણપતિયે.

વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.।

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

 

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિદ્મહે, વક્રતુન્દયા

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।

 

શ્રી ગણેશ જાપ મંત્ર

હ્રીં ગં ગણપતેય નમઃ 

 ॐ ગણેશાય નમઃ

ॐ એકદંતાય નમઃ

 માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિત મધુરાષ્ટક ગુજરાતી લખાણ સાથે | Madhura Ashtakam Lyrics in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિત મધુરાષ્ટક ગુજરાતી લખાણ સાથે | Madhura Ashtakam Lyrics in Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

Madhura-Ashtakam-Lyrics-in-Gujarati-2021
Madhura-Ashtakam-Lyrics-in-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત મધુરાષ્ટક સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે.

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


મધુરાષ્ટક 

 

મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

અધરમ્ મધુરમ્ વદનમ્ મધુરમ્  નયનમ્ મધુરમ્ હસિતમ્ મધુરમ્
હૃદયમ્ મધુરમ્    ગમનમ્ મધુરમ્   મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

વચનમ્  મધુરમ્ ચરિતમ્ મધુરમ્ વસનમ્ મધુરમ્ વલિતમ્ મધુરમ્
ચલિતમ્ મધુરમ્  ભ્રમિતમ્ મધુરમ્   મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

વેણુર્મધુરો:       રેણુર્મધુર:         પાણિર્મધુરો:      પાદૌર્મધુરૌ
નૃત્યમ્  મધુરમ્   સખ્યમ્  મધુરમ્  મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

ગીતમ્ મધુરમ્ પીતમ્ મધુરમ્   ભુક્તમ્ મધુરમ્ સુપ્તમ્ મધુરમ્
રૂપમ્  મધુરમ્   તિલકમ્ મધુરમ્  મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ

કરણમ્ મધુરમ્ તરણમ્ મધુરમ્  હરણમ્ મધુરમ્ રમણમ્ મધુરમ્
વમિતમ્ મધુરમ્ શમિતમ્ મધુરમ્   મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

ગુંજા   મધુરા  માલા  મધુરા   યમુના   મધુરા   વીચી   મધુરા
સલિલમ્ મધુરમ્ કમલમ્ મધુરમ્   મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

ગોપી મધુરા  લીલા મધુરા   યુક્તમ્ મધુરમ્    મુક્તમ્ મધુરમ્
ઈષ્ટમ્ મધુરમ્   શિષ્ટમ્ મધુરમ્   મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

ગોપા  મધુરા  ગાવો  મધુરા    યષ્ટિ  મધુરા   સૃષ્ટિ   મધુરા
દલિતમ્ મધુરમ્ ફલિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર

મિત્રો તમે આ શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત મધુરાષ્ટક સંપૂણૅ ગુજરાતીમાં અથૅ જાણવા ઈચ્છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું એક બીજો લેખ અથૅ સહિત ગુજરાતીમાં લખીશ.

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

શનિવાર અમાસ કરો આ કામ ઘરમાં કદી ઘન-ઘાન્ય ની ખોટ નહી પડે | Amavasiya Upay Gujarati 2021 | #આવોસત્સંગમાઁ #aavosatsangma

શનિવાર અમાસ કરો આ કામ ઘરમાં કદી ઘન-ઘાન્ય ની ખોટ નહી પડે |  Amavasiya Upay Gujarati 2021 | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

Amavasiya-upay-2021-Gujarati
Amavasiya-upay-2021-Gujarati

સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શનિવાર અમાસ કરો આ કામ ઘરમાં કદી ઘન-ઘાન્ય ની ખોટ નહી પડે.  આજે જેઠ માસનો છેલ્લો દિવસ એટલે અમાસ ની તિથિ એમાં પણ શનિવાર એટલે અમાસ નું મહત્વ વધી જાય. આજે લેખમાં જાણીશું કેટલાક એવા કાયૅ કરવાથી ઘરમાં કદી ઘન ઘાન્ય ની ખોટ નહી પડે.

 

 માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

સનાતન ધર્મમાં અમાવસ્યાનું વિશેષ સ્થાન છે. આ દિવસે ગીતાજી પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી, પૂર્વજોની આત્મા શાંત અને ખુશ તથા એમને તૃપ્તિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ દિવસે કેટલાક વિશેષ પગલાં લેવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસા અને ખોરાકની કમી હોતી નથી. આ વખતે જેઠ અમાસ નો વિદ્ર્રિ તિથિ મહિનાની અમાવસ્યા શનિવાર, 10 જુલાઈ છે. તો જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસા અને ભોજનનો વરસાદ હોવો જોઈએ, આ જણાવેલ ઉપાય તમારા ઘન અને ઘાન્ય ની ખોટ પુરી કરશે.  


જ્યોતિષ શાસ્ત્ર માન્યતા અનુસાર, જો જીવનમાં પૈસા અને ખોરાકની અછત હોય તો, તો ઉત્તર-પૂર્વ ખૂણાનો ઉપાય કરવો જોઈએ. આ માટે સાંજે ઘરના ઇશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. પરંતુ ધ્યાનમાં રાખો કે પ્રકાશમાં રૂને બદલે લાલ (નાડાછડી) રંગના દોરાનો ઉપયોગ કરો. વળી, દીવાના ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શ્રી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. તેના આશીર્વાદથી, જીવનમાં ક્યારેય પૈસા અછત હોતી નથી. ૐ મહાલક્ષ્મી દેવૈય નમઃ


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાત્રે 11 વાગ્યે સ્નાન કર્યા પછી શુધ્ધ પીળા કપડા પહેરો, ત્યારબાદ ઉત્તર તરફ જવું અને કુશની બેઠક પર બેસો. આ પછી પાટલા પર કેસરની સ્વસ્તિક અથવા પ્રતીક બનાવો અને તેના ઉપર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. વળી, પાટલા શંખ રાખો, ત્યારબાદ તેની ઉપર ચોખા કેસરમાં નાંખો. આ પછી મહાલક્ષ્મીજીની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર સંપત્તિથી ભરેલું રહે છે. ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્ર નો જાપ કરવો.

 

ભુખ્યાને ભોજન આપવું તે દાનનું કાર્ય છે, પરંતુ આ દિવસે જો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે તો તે ખૂબ ફળદાયી છે. ભોજન કોઈ પણ જીવ ને કરવી શકાય. એવું માનવામાં આવે છે કે આ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આપમેળે સમાપ્ત થઈ જાય છે. તેમા પણ અનેક જીવને ભોજન કરવું તેના માટે દિવસે કીડીઓને ખાંડ સાથે લોટ ખવડાવશો તો પણ લક્ષ્મી દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાય , કુતરૂ , પક્ષીઓ કે ગરીબને ભોજન કરાવાથી અનેક ઘણું પુણ્ય મળે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

જેઠ વદ એકાદશી યોગિની એકાદશી કથા ગુજરાતીમાં | Yogini Ekadashi Vrat Katha | #આવોસત્સંગમાઁ #aavosatsangma

જેઠ વદ એકાદશી યોગિની એકાદશી કથા ગુજરાતીમાં | Yogini Ekadashi Vrat Katha | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

 
Yogini-Ekadashi-Vrat-Katha-Gujarati
Yogini-Ekadashi-Vrat-Katha-Gujarati

 

સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી  યોગિની એકાદશી કથા ગુજરાતીમાં

ૐ નમો ભગવતે વાસુદેવાય


ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા :" હે જનાદૅન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વણૅન કરો. આ એકાદશીનુ નામ શું છે? તેનું માહાત્મ્ય શું છે?" 

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : " જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ યોગીની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમા ભોગ અને પરમલોકમાં મુક્તિ દેનાર છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણોમાં કહેલી કથા કહું છું.

 

અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવભકત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુદંર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવર માંથી પુષ્પ લઈ આવ્યો. પરંતુ કામાશકત થવાને કારણે પુષ્પો ને રાખાને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ના આવ્યો. જ્યારે રાજા કુબેર ને તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેણે ક્રોધ પૂર્વક તેના સેવકો ને આજ્ઞા કરી કે -" તમે લોકો જઈને હેમમાલી ને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યો નથી?" જ્યારે યક્ષોને તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કેહવા લાગ્યા " હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલવવાની આજ્ઞા આપી. હેમમાલી રાજા સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યતં ક્રોધ આવ્યો. અને તમના હોય ફફડવા લાગ્યા તેમણે કહ્યું - રે પાપી મહાનીચ કામી તે મારા પરમ પુજનીય ઈશ્ર્વરોના ઈશ્વર શિવજી નો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીની વિયોગ ભોગવશે અને મુત્યુ લોકમાં જઈને કોઢી થશે.

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


કુબેરના શાપથી તેજ સમયે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો.તેની સ્ત્રી પણ તેનાથી છુટી પડી ગઈ. મુત્યુલોકમા આવી તેણે મહાદુઃખ ભોગવ્યાં. પરંતુ શિવજી ના ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી, તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકમોનુ સ્મરણ કરતાં હિમાલય પવૅત ની તરફ ચાલ્યો. ત્યાં ચાલતા ચાલતા માકૅડેય ઋષિના આશ્રમમાં પોહચ્યો. તે ઋષિ અત્યંત તપસ્વી અને વૃધ્ધ હતા. તે બીજા બ્રહ્મા સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો.


તેમને જોઈને માકૅડેય ઋષિ બોલ્યા : "તે એવા ક્યાં ખોટાં કમૉ કર્યૉ છે , જેનાથી તું કોઢી થયો અને મહાન દુ:ખ ભોગવે છે ? " ત્યારે હેમમાલી એ કહ્યું :" હે મુનિ હું રાજા કુબેરને નો સેવક છું. હેમમાલી મારૂં નામ છે. રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવશે અને કોઢી થઈને મુત્યુ લોકમાં દુ:ખ ભોગવે. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુ:ખ ભોગવું છું. તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય" 

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 


તેથી માકૅડેય ઋષિ બોલ્યા :" ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યાં છે, તેથી હું તારા ઉદ્રાર માટે વ્રત બતાવ છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનુ વિધીપૂવૅક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે."  તેથી હેમામાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિ ના વચન અનુસાર યોગિની એકાદશી નું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી નો વિહાર કરવા લાગ્યો.

 

હે રાજન આ યોગિની એકાદશી ની કથાનું ફળ ઈકયાસી હજાર બ્રહ્માણોને ભોજન કરાવવા બરાબર છે. આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.

 ૐ નમો ભગવતે વાસુદેવાય

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...