આવો સત્સંગ માઁ: જુલાઈ 2023

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-mangalmay-bhajan-gujarati
shree-hari-mangalmay-bhajan-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિનામ મંગલાયનમ ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે.


શ્રી હરિનામ મંગલાયનમ


જય જય હરિનામ મહા મંગલાયનં;
મેટ ન ભવ દીર્ઘ રોગ ચિદ રસાયનં;
જય જય હરિનામ મહા મંગલાયનં.  || ૧ || 
 
દુરિત દુ:ખ દોષ કોશ નાશ કારણં;
અંતર અજ્ઞાન અંધાકરવારણં. જય0      || ૨ || 
 
ત્રિવિધ તાપ શમન જાપ નામનો સદા;
તત કથાય ક્યમ કથાય કોઈથી કદા. જય0      ||  ૩ || 
 
તત પ્રતાપ ઈશ આપ ઓળખાય છે;
વેદ શાસ્ત્ર ને પુરાણ સર્વ ગાય છે. જય0     ||  ૪ || 

 
ઈશ નામરૂપ, નામ ઈશરૂપ છે;
સાધનો સમસ્તમાંય નામ ભૂપ છે. જય0      ||  ૫ || 
 
સ્પર્શ અગ્નિનો અજાણતાંય થાય જો;
તત્ક્ષણે અવશ્ય તે થકી દઝાય તો. જય0      ||  ૬ || 
 
ત્યમ ઉદાર નામનૂં સ્મરણ અમોઘ છે;
ત્વરિત કરે દહન ગહન પાપ ઓઘને. જય0      ||  ૭ || 
 
રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ સર્વ સદગુણો;
નામમાં સદા વસે સમૂહ તે તણો. જય0      || ૮ || 
 
ચાહ્ય તેહ થાય નામની સહાયથી;
થાય ના અપાય લેશ ઈશમાયથી. જય0      ||  ૯ || 
 

શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે



દેશ કાલ નિયમ નામ જાપને નહીં;
જ્યાં સદા જપાય શુભદ સર્વથા સહી. જય0      || ૧૦|| 
 
અંતકાળ ઉચ્ચરાય નામ જો મુખે;
નિશ્ચયે પમાય બ્રહ્મ ધામ તો સુખે. જય0      || ૧૧ || 
 
નામ ગર્જના સદાય થાય જે ઘરે;
આવી ના શકે યમો કદાપિ ત્યાં ખરે. જય0      || ૧૨ || 
 
વદ્યા ધર્મરાય સુણો સર્વ કિંકરો;
શીખ માહરી સદાય અંતરે ધરો. જય0      || ૧૩ || 
 
સંભળાય જ્યાંય નામ નાથનું જગે;
ભૂલથી કદાપિ કોઈ ત્યાં જતા રખે. જય0      || ૧૪ || 
 
કો પ્રમાદ વશ્ય એહ શીખ ભૂલશે;
કઠિણ દંડપાત્ર દૂત એ થકી થશે. જય0      || ૧૫ || 

 
જાણતાં અજાણતાં કુભાવ-ભાવથી;
હાસ્ય હેલનાદિ કોઈ દુષ્ટ દાવથી. જય0      || ૧૬ || 
 
નામ ઉચ્ચરાય અઘ હરાય સર્વથા;
એ વિશે ઘણી અજામિલાદિની કથા. જય0      || ૧૭ || 
 
તો પછી રટાય નામ શુદ્ધ સ્નેહથી;
તે તણું મહત્વ તે શકાય શું કથી. જય0      || ૧૮ || 
 
એ મહા પ્રભાવ જન જાણી શું શકે;
થાય ગુરુ કૃપાય નામ તો ચઢે મુખે. જય0      ||  ૧૯ || 
 
નામ નિત્યજો સ્મરાય કે ગવાય છે;
સંભળાય તો અશુભ સર્વ જાય છે. જય0      || ૨૦ || 
 

વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે,
બંધનો કપાય અંતરાય જાય છે. જય0      || ૨૧ || 
 
પામર પણ એ જપી પ્રબુદ્ધ થાય છે;
સર્વ પાપ ધોઈને વિશુદ્ધ થાય છે. જય0      ||  ૨૨ || 
 
અબલ બલી, અધન ધનસમૃદ્ધ થાય છે;
વિકળ ચપળ ચિત્ત યોગસિદ્ધ થાય છે. જય0      ||  ૨૩ || 
 
સર્વ સૌખ્યયુક્ત ભવવિમુક્ત થાય છે;
સ્થાપીને સુકીર્તિ પરમધામ જાય છે. જય0      ||  ૨૪ || 
 
ઈતિ અમાપ એ પ્રતાપ ગુરુવરે લહ્યો;
કિંકર હરિદાસને કૃપા કરી લહ્યો. જય0      ||  ૨૫ || 
 
પઠન કરે જન એ પ્રસન્ન મન થકી;
સ્નેહ નામમાં જડાય તેઅહ્નો નકી. જય0      ||  ૨૬ || 
 
તદુપરાંત એક વાત ગુરુવરે કહી;
સાવધાન થઈ કદા વિસારવી નહી. જય0     ||  ૨૭ || 
 
નામ છે રસાયણ એ આદિમાં કહ્યું;
પથ્યવિણ રસાયણ તો જાય ના સહ્યું. જય0      ||  ૨૮ || 

 
જો પુપથ્ય થાય તો કપાય રોગ ના;
ભોગવી મરાય કષ્ટ દુષ્ટ ભોગનાં. જય0      ||  ૨૯ || 
 
તે થકી કુપથ્ય ટાળવા ગણાવિયાં;
ગુરુવરે ઘણી કૃપા કરી ભણાવિયાં. જય0     || ૩૦ || 
  
રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ
હરે કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે શ્યામ ગોવિંદ જય જય ગોવિંદ
ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ



પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-sharanam-stotram-in-gujarati
shree-hari-sharanam-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિ: શરણં સ્તોત્ર ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે.

શ્રી હરિ: શરણં સ્તોત્ર

 

ગયો ગુરુદેવને શરણે નમન કીધું ચરણકમળે;

કરી વિનંતી કૃપાસિંધો, ટળે ભવરોગ શી રીતે ?


વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે, શ્રવણ કર તાત ઘર ચિત્તે;

પરમ નિર્ભયા થવા નિત્યે, હરિ: શરણં હરિ: શરણં.


અટળ ભવરોગ ટળવાને, સુકૃત સઘળાય ફળવાને;

અમૃતમય મોક્ષ મળવાને, હરિ: શરણં હરિ: શરણં.


કદા કંઈ કષ્ટ આવે તો, કુડી વ્યાધિ સતાવે તો;

કુમતિ મનને ભમાવે તો, હરિ: શરણં હરિ: શરણં.


પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા


ભલે સંપત્તિ સુખ હોયે, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દારિદ્રય દુ:ખ તોયે, હરિ: શરણં હરિ: શરણં.


છકી જાવું નહીં સુખમાં, હરિ: શરણં હરિ: શરણં;

દબાવું નહીં કદી દુ:ખમાં, હરિ: શરણં હરિ: શરણં.


પરાયું દુ:ખ જોઈને, હરિ: શરણં હરિ: શરણં;

ભલે સુખ હોય કોઈને, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતોષને માટે, હરિ: શરણં હરિ: શરણં;

ટળે સહુ દોષ તે માટે, હરિ: શરણં હરિ: શરણં.


થવું નિષ્પાપ હોયે તો, હરિ: શરણં હરિ: શરણં;

સદાની શાંતિ ચ્હાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી- થાળ


સતાવે કામ ક્રોધાદિ, હરિ: શરણં હરિ: શરણં;

દબાવે મોહ લોભ કદી, હરિ: શરણં હરિ: શરણં.


વિષયમાં ઈન્દ્રિયો દોડે, હરિ: શરણં હરિ: શરણં;

ચપળ મનને હરે જોડો, હરિ: શરણં હરિ: શરણં.


વચન કુડાં કહે કોઈ, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દુ:ખ દે અબળ જોઈ, હરિ: શરણં હરિ: શરણં.


વૃથા અભિમાન જાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ક્ષમા અપરાધ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


અધિક ઉદ્વેગમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં;

અતુલ આનંદમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં.


કદી કોઈ હાણ્ય થાયે તો, હરિ: શરણં હરિ: શરણં;

ભલે કાંઈ લાભ થાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


અશક્તિમાં સશક્તિમાં, હરિ: શરણં હરિ: શરણં;

સહુ વાતે સદા સ્મરવું, હરિ: શરણં હરિ: શરણં.


ઘણું કહેવા થકી શું છે, હરિ: શરણં હરિ: શરણં;

શ્રુતિનું વાક્ય સમજી લે, હરિ: શરણં હરિ: શરણં.


ખરો એ સાર સંસારે, હરિ: શરણં હરિ: શરણં;

સુભાવી જન ઉર ધારે, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતો જપે છે જે, હરિ: શરણં હરિ: શરણં;

તપસ્વીઓ તપે છે તે, હરિ: શરણં હરિ: શરણં.


રટે શિવ શેષ બ્રહ્માદિ, હરિ: શરણં હરિ: શરણં;

મહા મુનિરાય સનકાદિ, હરિ: શરણં હરિ: શરણં.


  શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


ભજનનું તત્વ એ જાણો, હરિ: શરણં હરિ: શરણં;

પરમ સુખ એ થકી માણો, હરિ: શરણં હરિ: શરણં.


ભલે હો જાગતા સૂતા, હરિ: શરણં હરિ: શરણં;

ભલે બેઠા ભલે ફરતા, હરિ: શરણં હરિ: શરણં.


ભલે કંઈ કાર્ય હો કરતા, હરિ: શરણં હરિ: શરણં;

રખે એ વાત વિસરતા, હરિ: શરણં હરિ: શરણં.


સફળ આ જન્મ થાવાને, હરિ: શરણં હરિ: શરણં;

સુખે વૈકુંઠ જાવાને, હરિ: શરણં હરિ: શરણં.


સુખદ હરિગીત ગાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ખરા હરિદાસ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


અઘિક માસ નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસ  નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-govind-jap-mala-in-gujarati
shree-govind-jap-mala-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી શ્રી ગોવિંદ નામમાલા ગુજરાતી મા


શ્રી ગોવિંદ નામમાલા
 
ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ રથાંગપાણે I
ગોવિંદ ગોવિંદ મુકંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સમુદ્રશાયી, ગોવિંદ ગોવિંદ અપારમાયી I
ગોવિંદ ગોવિંદ સબુદ્ધિદાયી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અચિન્ત્યરૂપ, ગોવિંદ ગોવિંદ ત્રિલોકરૂપ I
ગોવિંદ ગોવિંદ જગત્સ્વરૂપ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ સુરાસુરેશ, ગોવિંદ ગોવિંદ ચરાચરેશ I
ગોવિંદ ગોવિંદ પરાત્પરેશ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ દશાવતાર, ગોવિંદ ગોવિંદ અનંતપાર I
ગોવિંદ ગોવિંદ ભવાબ્ધિસાર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતમૂર્તે, ગોવિંદ ગોવિંદ અનંતશક્તે I
ગોવિંદ ગોવિંદ અનંતકીર્તે, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતનામ, ગોવિંદ ગોવિંદ અખંડધામ I
ગોવિંદ ગોવિંદ રમેશરામ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સરોજનેત્ર, ગોવિંદ ગોવિંદ મહાપવિત્ર I
ગોવિંદ ગોવિંદ સુધાચરિત્ર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ કૃપાનિકેત, ગોવિંદ ગોવિંદ સદા વિરક્ત I
ગોવિંદ ગોવિંદ મહેશવિત્ત, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાવતારી, ગોવિંદ ગોવિંદ જનાર્તિહારી I
ગોવિંદ ગોવિંદ ગિરીંદ્રધારી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ પ્રપન્નપાલ, ગોવિંદ ગોવિંદ કૃતાંતકાલ I
ગોવિંદ ગોવિંદ વ્રજેશબાલ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાદિકતા, ગોવિંદ ગોવિંદ સુરાર્તિહર્તા I
ગોવિંદ ગોવિંદ શરીરભર્તા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ જગન્નિયંતા, ગોવિંદ ગોવિંદ સુશાંતિદાતા I
ગોવિંદ ગોવિંદ વિભો વિધાતા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ નામે સુખ સર્વ થાયે, ગોવિંદ નામે સહુ દુ:ખ જાયે I
ગોવિંદ નામે અતિ શુદ્ધ-બુદ્ધિ, ગોવિંદ નામે સહુ કાર્ય-સિદ્ધિ II

ગોવિંદ નામે સહુ પાપ પાસે, ગોવિંદ નામે સહુ પુણ્ય પાસે I
ગોવિંદ નામે સહુ ભાગ્ય જાગે, ગોવિંદ નામે ભવભીતિ ભાગે II

(શાર્દૂલવિક્રીડિત વૃત)
કાશીક્ષેત્રવિષે સમે ગ્રહણને, ગૌદાન કોટી કરે I
સો સંક્રાંતિકદી મહામકરની, વાસ પ્રયાગે કરે II

પૂજે યજ્ઞ કરી સહસ્ત્ર દશ વા, મેરુ સમું સ્વર્ણ દે I
પણ તે પુણ્ય ન થાય તુલ્ય કદીયે, ગોવિંદના નામથી  II


(અનુષ્ટુપ છંદ)
 
ગોવિંદ નામની માળા, સર્વ સંતાપહારિણી I
પ્રેમથી પહેરનારને મહા-મંગલકારિણી II

પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-namo-narayan-jap-mala-in-gujarati
shree-namo-narayan-jap-mala-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી નમો નારાયણ નામ માલા ગુજરાતી મા


નમો નારાયણ


ગંગા કાઠે ખેતર રે, નમો નારાયણ,
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે, નમો નારાયણ,
ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર વાવીયા રે, નમો નારાયણ,
વાવ્યા જવા ને તલ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે, નમો નારાયણ,
રાખ્યા છે અર્જુન-ભીમ, હરિહર વાસુદેવાય.


ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ,
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મ ને પાપ બે તોળિયા રે, નમો નારાયણ,
ત્રાજવાં ત્રિકમ ને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ,
પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય.

ધર્મીને વૈકુંઠ ઢુંકડું રે, નમો નારાયણ,
પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય.

ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ,
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદેવાય.

હરિએ દ્વાર ઉઘાડિયા રે, નમો નારાયણ,
આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય.



બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ,
સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય.

કળજુગ કડવો લીંબડો રે, નમો નારાયણ,
મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, હરિહર વાસુદેવાય.

ગાય શીખે ને સુણે સાંભળે રે, નમો નારાયણ,
તેનો હોજો વૈકુંઠમાં વાસ, હરિહર વાસુદેવાય.


અઘિક માસમાં પાઠ કરો શ્રીકૃષ્ણ નામમાલા | Shree Krishna Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસમાં પાઠ કરો શ્રીકૃષ્ણ નામમાલા  | Shree Krishna Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-krishna-jap-mala-in-gujarati
shree-krishna-jap-mala-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી કૃષ્ણ નામ માલા ગુજરાતી મા


શ્રીકૃષ્ણ નામમાલા


 
શ્રીકૃષ્ણ કૃષ્ણ યદુનન્દન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મુનિવન્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરલીધર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જગદીશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ કરુણાકર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ કમલાકર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મથુરાપતિ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુરાકૃતિ કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજવર્ધન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરમર્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજભૂષણ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુસુદન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વિધુવંશજ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવભેષજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ રસિકેશ્વર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ અખિલેશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મનમોહન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ખગવાહન કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ વાસુદેવજ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ પશુપાંગજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ નટનાગર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ સુખસાગર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવમોહન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ રવિલોચન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ પુરૂષોત્તમ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ગતિસત્તમ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ગિરિધારણ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જનતારણ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ યમુનાવર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ધનસુંદર કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ જય કેશવ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જય માધવ કૃષ્ણ કૃષ્ણ


અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ જપ માળા | Shree Madhav Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ જપ માળા | Shree Madhav Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-madhav-jap-mala-in-gujarati
shree-madhav-jap-mala-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ નામ માલા ગુજરાતી મા


માધવ માધવ મુરહર માધવ,  માધવ માધવ ગિરિવરધારી;
માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ કુંજબિહારી.


માધવ માધવ ગિરિવર માધવ,  માધવ માધવ ભવભયહારી;
માધવ માધવ ભૂધર માધવ,  માધવ માધવ જનસુખકારી.


માધવ માધવ હલધર માધવ,  માધવ માધવ મંગલકારી;
માધવ માધવ નગધર માધવ,  માધવ માધવ સંકટહારી.


માધવ માધવ દરધર માધવ,  માધવ માધવ કરુણાહારીએ;
માધવ માધવ દુર્ઘર માધવ,  માધવ માધવ દેવમુરારી.

માધવ માધવ શ્રીધર માધવ,  માધવ માધવ જયસુખદાતા;
માધવ માધવ દ્યુતિધર માધવ,  માધવ માધવ નિજ જનત્રાતા.

માધવ માધવ મનહર માધવ,  માધવ માધવ જય અવિનાશી;
માધવ માધવ ભવહરમાધવ,  માધવ માધવ જય સુખરાશી.

માધવ માધવ ભયહર માધવ,  માધવ માધવ જય વ્રજવાસી;
માધવ માધવ મદહર માધવ,  માધવ માધવ વિશ્વવિલાસી.

માધવ માધવ બકહર માધવ,  માધવ માધવ હે બહુનામી;
માધવ માધવ અઘહર માધવ,  માધવ માધવ અન્તરયામી

માધવ માધવ ઈશ્વર માધવ,  માધવ માધવ દેવ ગદાધર;
માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ જય કમલાવર.

માધવ માધવ શ્રીવર માધવ,  માધવ માધવ અદભુતમાયી;
માધવ માધવ રઘુવર માધવ,  માધવ માધવ હરિ વરદાયી.

માધવ માધવ યદુવર માધવ,  માધવ માધવ હે અવતારી;
માધવ માધવ ગુરુવર માધવ,  માધવ માધવ જય આરાસુરી.


માધવ નામ અમંગલહારણ,  માધવ નામ સુમંગલકારી;
માધવ નામ દહે દુ:ખ દારુણ,  માધવ નામ મહા અઘહરી.

માધવ નામ થકી સુખ સંપત્તિ,  માધવ નામ થકી વશજાયે;
માધવ નામ થકી સહુ સદગુણ,  માધવ નામ થકી દુર્ગુણ વામે.


માધવ નામ નિરંતર જપાય, તો સઘળા શુભધર્મ સધાય;
એ શુભ માધવ નામ મહામણિ, વીણી લઈ ગ્રથિ માધવમાળા

તે જન કંઠ વિશે ધરતાં, કદીયે ન જુએ યમકિંકર કાળા.

અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા | Shree Mukund Jap Mala | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા | Shree Mukund Jap Mala |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa


shree-mukund-jap-mala-aavosatsangmaa
shree-mukund-jap-mala-aavosatsangmaa



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા ગુજરાતી મા


શ્રી મુકુંદ નામમાલા


જય જય મુકુંદ સુખમય મુકુંદ, ચિન્મય મુકુંદ નિર્ભય મુકુંદ.
હરિ હરિ મુકુંદ નરહરિ મુકુંદ, માધવ મુકુંદ કેશવ મુકુંદ.

ભૂધર મુકુંદ હલધર મુકુંદ, શ્યામલ મુકુંદ કોમલ મુકુંદ.
વ્રજપતિ મુકુંદ પશુપતિ મુકુંદ, ગોપતિ મુકુંદ શ્રીપતિ મુકુંદ.

જનપતિ મુકુંદ નરપતિ મુકુંદ,  સત્પતિ મુકુંદ સદગતિ મુકુંદ.
સુરપતિ મુકુંદ નિધિપતિ મુકુંદ, મતિપતિ મુકુંદ ક્ષિતિપતિ મુકુંદ.

પયહર મુકુંદ દધિહર મુકુંદ, મનહર મુકુંદ ભવહર મુકુંદ.
મદહર મુકુંદ બકહર મુકુંદ, અઘહર મુકુંદ ભયહર મુકુંદ.

શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી- થાળ


જયકર મુકુંદ હિતકર મુકુંદ, શ્રીકર મુકુંદ શુભકર મુકુંદ.
હરિવર મુકુંદ શ્રીવર મુકુંદ, રઘુવર મુકુંદ યદુવર મુકુંદ.

ગુરુવર મુકુંદ નટવર મુકુંદ, નટવર મુકુંદ સુરવાર મુકુંદ.
અચ્યુત મુકુંદ અદભૂત મુકુંદ, શાશ્વત મુકુંદ સુવ્રત મુકુંદ.

કારણ મુકુંદ તારણ મુકુંદ, ભોજન મુકુંદ ભોક્તા મુકુંદ.
વિક્રમ મુકુંદ વામન મુકુંદ, પદ્મી મુકુંદ પાવન મુકુંદ.

ઉદભવ મુકુંદ સંભવ મુકુંદ, કર્તા મુકુંદ ભર્તા મુકુંદ.
મંગલ મુકુંદ મોહન મુકુંદ, ઉત્તમ મુકુંદ ગુરુત્તમ મુકુંદ.

ભોગી મુકુંદ યોગી મુકુંદ, ધાતા મુકુંદ સત્તા મુકુંદ.
ભાવન મુકુંદ જીવન મુકુંદ, ગુણમય મુકુંદ નિર્ગુણ  મુકુંદ.


દિનકર મુકુંદ ભાસ્કર મુકુંદ, ઈશ્વર મુકુંદ મહેશ્વર મુકુંદ.
મોક્ષદ મુકુંદ અભયદ મુકુંદ,  અવ્યય મુકુંદ પ્રત્યય  મુકુંદ.

વ્યાપક મુકુંદ રક્ષક મુકુંદ, વંદિત મુકુંદ પૂંજિત મુકુંદ.
પ્રભુવર મુકુંદ વિભુવર મુકુંદ, સાધન મુકુંદ સિદ્ધિદ મુકુંદ.

ભુક્તિદ મુકુંદ ભક્તિદ મુકુંદ, મુક્તિદ મુકુંદ શાંતિદ મુકુંદ.
સ્વસ્તિદ મુકુંદ કામદ મુકુંદ, અવિચળ મુકુંદ અનુપમ મુકુંદ.

આશ્રય મુકુંદ આત્મા મુકુંદ, શ્રીમન મુકુંદ ભગવન મુકુંદ.
શંખી મુકુંદ ચક્રીત મુકુંદ, વ્યંકટ મુકુંદ વિઠ્ઠલ મુકુંદ.

એ હરિ મુકુંદ ભાવે ભજાય, સૌ દુરિત જાય દુર્ગુણ તજાય.
એ હરિ મુકુંદ ભાવે ભજાય, સદગુણ સજાય સહુ કષ્ટ જાય.

એ હરિ મુકુંદ સહેજે સ્મરાય, શ્રમ નહિ જરાય ભવજળ તરાય.
એ હરિ મુકુંદ જો મુખ જપાય, કલિમલ કપાય કેશવ કૃપાય.



ટળતાં અપાય સુખ નવ મપાય, 
જન જઈ મુકુંદ-પદમાં સ્થપાય.
(અનુષ્ટુપ છંદ)
મુકુંદ નામ રત્નોની, માળા જેણે કરે ધરી;
અથવા કંઠમાં પહેરી, તે આવે ભવે ફરી.


પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી | શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી |  શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

purushottam-aarti-in-gujarati-purushottam-thal-in-gujarati
purushottam-aarti-in-gujarati-purushottam-thal-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ  આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી |  શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | 


 શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી


ઉતારો આરતી પુરૂષોત્તમ ઘરે આવ્યાં,
ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યાં રે. ઉતારો આરતી…
 
મીરાનું વિષ અમૃત કીધું, મીરાંએ એ પ્રેમે પીધું,
રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી…
 
શામળશાના વિવાહ કીધા, કુંવરને મામેરા દીધા,
નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી…

  શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 
 
ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યાં,
અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી…
 
કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સાધી કીધી,
ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી…
 
સ્તંભ કોડી હિરણ્યાકશ્યપ માર્યો, પ્રહલાદજીને પોતે તાર્યો,
ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી…
 
સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી,
લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી…
 
સુદામાના તાંદુલ ખાધા, શબરી બાઈના બોર ખાધા,
જમ્યા વિદુર ઘેર ભાજી રે. ઉતારો આરતી…
 
દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી,
મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી…
 
માટી ખાતા મોહનજીને, માતાજીએ જોયું જઈને,
ચૌદ લોક બતાવ્યા રે. ઉતારો આરતી…
 
મહા શંકરને માધવ મળ્યા, જન્મોજન્મના પાપો ટળ્યા,
રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી…


 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ


જમવા પધારો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
હા રે રસોઈ મારે હાથે બનાવી,
પ્રાણજીવન તમ કાજ રે, મારી પ્રેમની થાળી.
 
ભાત રે ભાતના મેવા બનાવ્યા,
વિધવિધના પકવાન રે, મારી પ્રેમની થાળી.
 
જળ રે જમનાજીની ભરી લાવું ઝારી,
આચમન કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
 
લવિંગ, સોપારી ને પાનનાં બીડલાં,
મુખવાસ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.


સાગ રે સીસમના ઢોલિયા ઢળાવું,
પોઢણ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.


માધવદાસના સ્વામી શામળિયા,
તમ પર જાઉં બલિહાર રે, મારી પ્રેમની થાળી.


બોલીયે શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય







ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

અષાઢ વદ કામિકા એકાદશી ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત મહિમા ઉપાય | Kamika Ekadashi 2023 Kyare Che? | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અષાઢ વદ કામિકા એકાદશી ક્યારે છે ? જાણો પૂજા મુહૂર્ત મહિમા ઉપાય | Kamika Ekadashi 2023 Kyare Che? |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa


kamika-ekadashi-2023-kyare-che
kamika-ekadashi-2023-kyare-che

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા આવો સત્સંગ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અષાઢ વદ કામિકા એકાદશી કયારે છે? શુ છે તેનુ માહાત્મ્ય તે બધુ જાણીશું

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ 


હે ભગવાન શ્રીકૃષ્ણ આપણી કૃપા જ્યાં થાય છે ત્યાં મુગો પણ બોલવા લાગે છે અને જે અપંગ છે તે પહાડો ચડી શકે છે  મિત્રો એકાદશી એટલે 11 મી તિથિ એ સુદ પક્ષની હોય એ વદ પક્ષની બંને તિથિના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ છે ભગવાન નારાયણ છે ભગવાનને સમર્પિત આ એકાદશીનું વ્રત કરવાથી બાધા માંથી મુક્તિ મળે છે અને અંતે પરમધામ ગોકની પ્રાપ્તિ થાય છે મહિનામાં બે વખત આવતી એકાદશી વર્ષની કુલ 24 અને આ વષૅ આવતા પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે એકાદશીના સ્વામી પતિ નારાયણ હોય માટે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે દાન કરે છે તેનો હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આજે ભગવાનની વિશેષ પૂજા થાય છે તુલસી પત્રથી ભગવાનને અરજી લગાવવામાં આવે છે કે એ પ્રભુ અમારા જન્મ મૃત્યુના  ચક્કરમાંથી મુક્તિ આપજે આ એકાદશીનું વ્રત તે ઘણો પુણ્ય આપનારુ છે એકાદશીના વ્રતમાં ખાસ કરીને આપણે એકાદશીના તિથિના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ભગવાન શ્રી નારાયણ ની કે ભગવાન સ્વામિનારાયણ કોઈપણ આપણે જે ભગવાન હરિનું સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરી શકીએ છીએ 



સૌપ્રથમ આપણે આ કામિકા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે

 આ વષે 2023 ની અષાઠ માસના કૃષ્ણ પક્ષની કામિકા  એકાદશી તિથિ

 શરૂઆત 12 જુલાઈ 2023 બુઘવાર સાંજે 5:59 મિનિટ

સમાપ્ત 13 જુલાઈ 2023 ગુરૂવાર સાંજે 6: 24 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ  13 જુલાઈ 2023 ગુરૂવાર  કરવો

પુજન નો શુભ સમય સવારે સવારે 5:50 થી 7:31 સુધી.

પારણા સમય 14 જુલાઈ 2023 શુક્વાર સવારે 5:32 થી 8:18 સુધી.


ત્યારે પારણા કરી શકાય છે પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધુ સામગ્રી અપાય છે ગૌ માતાને ગ્રાસ અપાય છે એકાદશીના પારણામાં ખાસ કરીને શાંતિ ભોજન બ્રાહ્મણોને જમાડવું કે શુભ મનાય છે પુરાણો અનુસાર સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે આ કામિકા એકાદશીનું વ્રત રાખનારના દરેક પાપો માંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એના પાપનો નાશ થાય છે મૃત્યુ પ્રાંત ભગવાન વિષ્ણુના દૂત તેડવા આવે છે વિષ્ણુ લોકમાં જાય છે અમુક નિયમનું પાલન પણ કરે છે આ વ્રત દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરે છે તામસિક ભોજનનો ત્યાગ કરાય છે અને તેમાં ખાસ કરીને લસણ ડુંગળી કે રાંધેલો ભાત પણ મનાઈ છે પૂજા દરમિયાન ભગવાનના મંત્રજાપ કરતા કરતા પૂજા કરવી જોઈએ જીભને શાંતિ રાખવું જોઈએ કોઈની સાથે ઝઘડો વાદવિવાદ ન કરવો જોઈએ અને આખો દિવસ એટલે કે દિવસ દરમિયાન પણ ઊંઘવું ન જોઈએ અને રાત્રે જાગરણ કરવાનું હોય છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનું હોય છે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના છે


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી પ્રભુના શ્રી ચરણોમાં અવશ્ય તુલસી અર્પિત કરે સૌ પ્રથમ આપણે પૂજન વિધિ જાણી લઈએ જે ભક્તો વ્રત કરવા માંગે છે તેવું સવારે વહેલા ઊઠીને સ્થાન આદિથી પરવારી છે એ દિવસ ગુરૂવાર છે પીળા વસ્ત્ર પણ ધારણ કરી શકાય છે ત્યારબાદ ભગવાનને આપે જ્યાં મંદિર સ્થાપના કરેલી છે ત્યાં આવીને મંદિરની સ્થાપના કરીને આખા ઘરમાં શુદ્ધ જળની છંટકારો મારવો જોઈએ મેઇન દરવાજો ત્યાં સાફ સાફાઈ કરવી જોઈએ અને આસોપાલવના તોરણ બાંધવા જોઈએ 


 આ એકાદશી કામિકા એકાદશી અર્થાત નામ જ સિદ્ધ કરે છે કે કામના મતલબ ઈચ્છાપૂર્તિ માટેની આ એકાદશી છે જે કાંઈ મનોકામના હોય તે આપણે પ્રભુ સમક્ષ રાખવાની હોય મનોકામના હંમેશા શુભ હોવી જોઈએ કોઈનું ખરાબ કરવાની મનોકામના રાખવાથી લાભ થતો નથી એટલા માટે જીવોને ઈચ્છા પૂર્તિ અર્થે પ્રભુને કોઈ મનોકામના કહેવી છે તો આ એકાદશીનું વ્રત ઉત્તમ છે ઘરની સફાઈ થઈ જાય મંદિરની પણ સફાઈ થઈ જાય પછી આપણા ઈષ્ટ દેશ સાથે બિરાજમાન ભગવાન આપણા જે નારાયણ કૃષ્ણ કે જે કંઈ મૂર્તિ ફોટો બિરાજમાન હોય ઘરમાં તેની વિશેષ પૂજા થાય છે જો મૂર્તિ હોય તો પણ સ્નાન કરાવે છે શુદ્ધ સ્નાન કરાવું જ જોઈએ અને ત્યારબાદ ભગવાનને સાંજ શૃંગારથી તકની સજાવવા જોઈએ અને ચિત્રજી હોય તો સાફ પત્રથી સાફ કરીને તેમાં પણ શૃંગાર કરી શકાય છે ત્યારબાદ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદલ અર્પિત કરવા જોઈએ અને માખણનો ભોગ લાગે મીઠાઈ આદીનો ભોગ લાગી શકે છે ત્યારબાદ પ્રભુની આરતી ઉતારવી મંત્ર જાપ કરવા સ્તુતિ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે એકાદશી તે ઘણી ઉત્તમ સીધી છે પાપ હારીની તિથિ કહેવાય છે 

શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય


જીવનના યાત્રા દરમિયાન વ્યક્તિ ઘણા પ્રકારના જાણે અજાણે પ્રાપ્ત કરી દેશે છે સ્વાભાવિક છે કે મનુષ્ય જ શાપિત જીવ કહેવાય છે જે સાબિત થાય છે તે ધરતી લોક ઉપર જન્મ લે છે એવું શાસ્ત્રકારો કહે છે માટે આપણે સૌ પોતાના કલ્યાણથી પ્રભુને પ્રાર્થના કરીએ આમ તો જ્યારે આપણી ગર્ભમાં હોય છીએ ત્યારે જ પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે પ્રભુ આકાદ કિચન માંથી મને બહાર કાઢ હું તારું ભજન કીર્તન કરીશ પરંતુ જીવ એટલો બેયમાંન છે કે જેવા પ્રભુ કૃપા કરે છે એ માતાના ગર્ભમાંથી એક પાણી એક પરુમાંથી જેવા બહાર નીકળે છે તરત જ આપણે આ માયા ના રંગમાં રંગાઈ જાય છે જગતના ઉજાસમાં ખોવાઈ જાય છે અને પ્રભુને ભૂલી જાય છે ફરી મારું તારું અને એમાં લાગી જાય છે ફરી મુક્તિનો છે તે ભુલાઈ જાય છે કે આપણી શેના માટે આવ્યા છીએ અને ક્યાં જવાનું હતું તે બધું જ વીસરાઈ જાય છે ત્યારે પ્રભુ કશું આપીને યાદ દેવડાવે છે ડંડ આપીને યાદ દેવડાવે છે કે માતાના ઘરમાંથી બહાર નીકળતી વખતે તે મને વચન આપ્યું છે કે તું મારું સ્મરણ કરીશ મારું નામ કરીશ હવે તું ભૂલી ગયો એ યાદ માટે પ્રભુ આપણને કષ્ટ આપે છે ત્યારે આપણે પ્રભુને ફરિયાદ કરીએ છીએ પરંતુ સાચી વાત તો એ છે કે પ્રભુની કૃપાથી જ આપણું જીવન છે આપણું મૃત્યુ છે અને આપણું કલ્યાણ પણ છે માના કે સંસારમાં આપણે કર્મ તો કરતા જ રહેવું પડે છે એમાં તો બે મત નથી માત્ર બેઠા બેઠા પ્રભુ ભજન કરવાથી પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી કર્મથી પણ જીવન ચાલે છે પરંતુ સંસારમાં રહીને જેમ જલમાં કમળ રહે છે એ રીતે કમળ બંધ થઈને પરંતુ આપણે સંસારમાં રહીને આપણી ફરજ બજાવતા બજાવતા આપણું કાર્ય કરતા કરતા જીવન નિર્વાહ કરતા કરતા જો પ્રભુ ભજન કરી લઈએ તો આપણું કલ્યાણ અવશ્ય થાય છે કે જેમાં આપણને પ્રભુ યાદ દેવડાવે છે

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે

 પ્રભુ રાજી એમાં છે કારણ કે આપણી અંદર બિરાજમાન તે આત્મા સ્વરૂપ પરમાત્મા ની આરાધના કરવાથી જીવન મુક્ત થવાય છે અને જ્યારે પણ આપણે એવું લાગે કે આપણે 11 ના દિવસે કોઈ એવા કાર્ય કરી બેસીએ છીએ જેનાથી આપણા મનને કેદ થાય છે દુઃખ થાય છે આપણી બુદ્ધિ વિચલિત થઈ જાય છે ત્યારે પણ પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે તમે તમારું કલ્યાણ કરો આ એકાદશી નીતિથી એ છે જેમાં આપણે આપણું કલ્યાણ કરવાનું છે માટે આ કામિકા એકાદશી કે જે જાણી અજાણી થયેલા પાપો માંથી મુક્તિ દેવડાવે છે ત્યાં સુધી કે આપણી કુંડળીમાં જે ગ્રહો છે જે નવ ગ્રહ અસર કરે છે તેઓ પણ દૂષિત થતાં નથી એટલે કે ગ્રહો પણ શુભ પરિણામ આપે છે ગૃહસ્પતિ દેવગુપ્ત થાય જે સંતાનના કારક છે સૌભાગ્યના કારક છે તો ઘણા પ્રકારના કષ્ટો આપે છે સંતાન શુભ આપતા નથી અને ત્યાંથી આદિ પણ ઉત્પન્ન કરે છે એટલા માટે પણ ગૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા ઉત્તમ છે પુરાણમાં એવું લખ્યું છે કે એક વખત ધર્મરાજ બધા પાપની નષ્ટ કરવાવાળી કોઈ વીધી બતાવો જે દુઃખો પાપોને દૂર કરીને માનવ જીવનમાં વૈભવ સંતાન સુખ આદિ કામ નથી જીવન પૂર્ણ થાય ત્યારે મુનિએ કહ્યું કે હે ધર્મરાજ કામનાઓની પૂર્તિ અર્થે અષાઢ માસના કૃષ્ણ પત્ની કામિકા એકાદશી નો વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રત કરવાથી પાપ દુઃખનો સમય થાય છે અને દરેક રીતે મંગળ મંગળ થાય છે ના પ્રભાવથી બ્રહ્મહત્યા ખોટું બોલ ઋણ હત્યા વગેરેથી કર્મ છે ભયાનક પાક છે તેનો પણ અંત આવે છે અને વિવિધ પ્રકારની યોનીના ચક્ર માટે ભ્રમણ કરવું પડે છે 


જન્મ મૃત્યુની પીડાઓ સહન કરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે મદિરા તાંસિક આહારથી દૂર રહેવાનું આ એકાદશીમાં વિધાન એટલા માટે પણ બતાવ્યું છે કે પાપો માંથી મુક્તિ દેનાર એકાદશી કે જે સ્વહક કલ્યાણ માટેની આ એકાદશી છે તેમાં આપણે ભાવથી પ્રેમથી  સજાગ્રેઈને પ્રભુનું ભજન કરી શકીએ પ્રભુને પ્રાર્થના કરી શકીએ જે આપણી સૌથી શ્રેષ્ઠ મનોકામના છે તે છે  આત્માના ઉદ્ધારની એથી મોટી મનોકામના બીજી કઈ હોઈ શકે ભગવાનનું ભજન સંકીર્તન કરતા કરતા ધર્મ કાર્યમાં લિફ્ટ રેહવું જેથી મનોકામના જલ્દીથી પૂર્ણ થાય આ વ્રત ભક્તિપૂર્વક કરવાથી મનોવાં ફળની પ્રાપ્તિ થાય છે કામનાઓ પૂર્ણ થાય છે મનોરથ પૂર્ણ થાય છે અને વ્યક્તિના જીવનમાં વૃદ્ધિ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિ જીવનમાં આવે છે એકાદશીના વ્રતનો સંકલ્પ પણ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે જ કરવાનો હોય છે કે આપણે એકાદશીનું વ્રત નો સંકલ્પ કરવો

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2023 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય  | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2023 |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Guru-Punima-2023
Guru-Punima-2023


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ  આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અષાઢ સુદ પૂણિમા એટલે ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય. 


 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


આ વષૅ તારીખ 3 જુલાઈ 2023 સોમવારે આવી અષાઢ માસની ગુરુપૂર્ણિમાના  વિશે આ દિવસનું પૂજા મુહૂર્ત પણ જાણીશું પૂજન વિધિ સાંભળીશું તથા આ દિવસે કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે 


દરેક માસમાં એક પૂણિમા અને માસમાં એક પૂણિમા આવે છે એ પૂર્ણિમાનું અલગ અલગ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ચાર વેદોનું જ્ઞાન દેવાવાળા મહર્ષિ વેદ વ્યાસજી નો જન્મ થયો હતો માનવ જાતિ પ્રતિ યોગદાન જોઈને તેમનો જન્મ ઉત્સવ આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પહેલી વાર ચાર વેદનું જ્ઞાન માનવ જાતિને દીધું એટલા માટે પ્રથમ ગુરુની કૃપાથી પણ ભગવાન શ્રી વેદ વ્યાસ ગુરૂ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પણ પૂજા આજે કરવામાં આવે છે  ભારતીય સભ્યતામાં વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર છે ગુરુ કૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ગુરુને સન્માન આપવા માટે પૂર્ણિમા નો ત્યોહાર મનાવવામાં આવે છે એટલા માટે જ આ પૂર્ણિમાની ગુરુપૂર્ણિમા કહેવાય છે. 


કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધના વિના સિદ્ધિ નહીં ગુરુ કોઈ પણ હોઈ શકે ઈશ્વર આપણા ઇષ્ટદેવ કોઈ વસ્તુ પક્ષી જેમ ગુરુદત્તાત્રે 24 ગુરુ હતા એ જ રીતે ગુરુ આપણે કોઈપણને બનાવી શકીએ છીએ ઝાડ પાન લતા આકાશ પૃથ્વી કોઈપણ ને આપણે ગુરુ બનાવી શકીએ છીએ બધાયમાંથી કાંઈક ને કંઈક શીખવા મળે છે જગતગુરુ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે ભગવાનને પણ ગુરુ બનાવી શકીએ છીએ અને ગુરુ ધારણા દ્વારા પણ ગુરુ નું વર્ણન થાય છે ગુરુદેવ બનાવી શકાય છે કંઠી ધારણ કરીને ઇષ્ટદેવના મંત્ર કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે પોતાના દોહામાં કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે સાકુ લાગુ ભાઈ બલિહારી ગુરૂ આપને બતાવી જો સાચા કૃપા પ્રાપ્ત થાય તો પ્રભુ સાથે કરાવી દે છે ભગવાન શ્રી હનુમાનજી પણ ગુરુ છે જેમણે વિભીષણને  પ્રભુ સાથે મિલન કરાવી દીધું ત્યાં સુધી કે સુગ્રીવ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાયુ હતુ. 


ગુરુ મળવા અત્યારે દુર્લભ છે એટલા માટે જ આપણે ભગવાનને ગુરુ બનાવીએ છીએ કારણકે સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે આમ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ ધારણા કરાય છે ગુરુની આરાધના કરાય છે જેથી જીવનમાં સફળતા મળે અને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે 

સૌપ્રથમ આપણે આ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે જાણી લઈએ કે આ પૂર્ણિમા ની તિથિ ક્યારે  છે.
આ વષૅ 2023 ગુરૂપૂર્ણિમા તિથિ 
શરૂઆત 2 જુલાઈ રાત્રે 8:31 
સમાપ્ત 3 જુલાઈ સાજે 5:05 થાય છે 
આ ગુરૂપૂર્ણિમા નો તહેવાર 3 જુલાઈ ના રોજ રહેશે. 


 આ ગુરુપૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ કેમકે પવિત્ર નદીઓમાં જઈને તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃ તર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેવો સવારે સ્નાનિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે આ દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળાશયમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષને જળ આપવું જોઈએ અને સૂર્ય વંદના કરવી જોઈએ આમ કરવાથી ગુરુકૃપા પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો બધી નદીઓનું જળ આ દિવસે ગંગાજળ સમાન રહે છે સ્નાન કરીએ તો ગંગા આધી નદીઓનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા મંદિરમાં દિવો પ્રજલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે અખંડ દિવો રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી-દેવતાઓ શુભ પૂજન કરવું જોઈએ અચૅન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ છે ગુરુ ભગવાન શ્રી હરિ નારાયણ કહેવાય છે શ્રીદેવ કહેવાય છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં અર્પિત કરવા જોઈએ જેથી પાપોનું સમન થાય ભગવાન વિષ્ણુ લક્ષ્મીની આરતી કરવી જોઈએ.
ગુરુપૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા પણ કરાઈ છે આ દિવસે પોતપોતાના ગુરુનું ધ્યાન કરીને તેમનું પણ પૂજન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગુરુકૃપા વ્યક્તિના જીવનમાં આનંદ ભરી દે છે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રમાની પૂજા કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાધુ જલ કાચું દૂધ તથા તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈ પણ ખાડ કે સફેદ વસ્તુ ., ગોળ છે નાખીને મિક્સ કરી દેવાય છે આમ કરવાથી ચંદ્ર દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાત મનની દાન પુણ્ય કરવું જોઈએ માટે છત્રી  ચપ્પલ આદિ દાન કરી શકાય છે ભોજન દાન કરી શકાય છે અને ગાય માતાને લીલું કરવું ઘરનું ભોજન ખવડાવી શકાય છે આમ કરવાથી સર્વે દોસ્ત પામી છે કુંડળીમાં રહેલ ગ્રહો શુભ પરિણામ આપે છે હવે આપણે જાણી લઈએ કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉપાય કરતા ગુરુની મજબૂતાઈ કરવી હોય કુંડળીમાં ચંદ્રની મજબૂત કરવું ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના થાય છે


 સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય સાંભળી શકાય આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે તેવો ચા દૂધ કોફી ફલફલાદી લઈ શકે છે સુકી ભાજી આદી લઈ શકે છે જે ભક્તો ગુરુપૂર્ણિમાનો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થાય પછી એક ટાઈમ ભોજન બધું ભોજન લઈ શકે છે  ભગવાન વિષ્ણુ ની વિશેષ પૂજામાં  પંચામૃત તુલસી પીળા પુષ્પ છે ગોળ ચણા દાળ લાડુથી ભગવાનને નિત્ય ધરીને પૂજા થાય છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે ગુરુવારે પણ આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ કે જે સૌભાગ્યના પ્રતીક છે નબળો હોય તો પણ સૌભાગ્ય પ્રાપ્ત પ્રાપ્ત થાયની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ ગ્રહની આજે શુભ પરિણામ પ્રાપ્તિ અર્થ છે ગુરુ યંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો આપણા ગુરુ હોય ગુરુ કંઠી ધારણા કરી હોય અને ગુરુ જો જીવીત હોય તો આ દિવસે ગુરુને મળવા જવું જોઈએ ગુરુને ભેટ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે આદર સત્કાર આપવો જોઈએ આશીર્વાદ લેવા જોઈએ છે અને  આ ગુરુપૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રાલ કેસર કી પિત્તળ પીળા રંગની મીઠાઈ આદી નું દાન કરવું જોઈએ
 આ ગુરુપૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તર નો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથીયો કરવો જોઈએ ઘરનો ઈશાન ખૂણો કે જે ગુરુ નો ખૂણો કહેવાય છે ત્યાં ભગવાન શિવનું સ્થાન છે અને આજે સોમવાર પણ છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં આજે અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ માટે આજે જે ભક્તો આખી રાત તેલનો દીવો છે કે સાધારણ કોઈ પણ તેલ છે અથવા ધી નો દિવો આમ કરવાથી માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે



સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્ય ને ગુરૂ કરેલા છે ગુરુપૂર્ણિમાના દિવસે આમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા જોઈએ એનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જૈન ધર્મમાં ગુરુપૂર્ણિમા નો ત્યોહાર પણ ધામી ધૂમેથી ઉજવાય છે આ દિવસે બોધ ધર્મના અનુયાય મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે બધા ધર્મ આજે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે અને ગુરુની કૃપા એવી કૃપા છે કે જેમાં આપણે જીવનમાં ભટકવું પડતું નથી સાચું રસ્તો પ્રકાશિત કરે છે જેમ દીવો આપણી પૂજા આરાધના અને સંપન્ન કરે છે એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે માટે ગુરુ ધારણા વચ્ચે કરવી જોઈએ મતલબ કે આપણે કોઈને પણ ગુરુવષ્ય બનાવવા જોઈએ આ ગુરુપૂર્ણિમાના ના દિવસે તેમને પૂજન કરવું જોઈએ. 



શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...