આવો સત્સંગ માઁ: અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-mangalmay-bhajan-gujarati
shree-hari-mangalmay-bhajan-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિનામ મંગલાયનમ ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે.


શ્રી હરિનામ મંગલાયનમ


જય જય હરિનામ મહા મંગલાયનં;
મેટ ન ભવ દીર્ઘ રોગ ચિદ રસાયનં;
જય જય હરિનામ મહા મંગલાયનં.  || ૧ || 
 
દુરિત દુ:ખ દોષ કોશ નાશ કારણં;
અંતર અજ્ઞાન અંધાકરવારણં. જય0      || ૨ || 
 
ત્રિવિધ તાપ શમન જાપ નામનો સદા;
તત કથાય ક્યમ કથાય કોઈથી કદા. જય0      ||  ૩ || 
 
તત પ્રતાપ ઈશ આપ ઓળખાય છે;
વેદ શાસ્ત્ર ને પુરાણ સર્વ ગાય છે. જય0     ||  ૪ || 

 
ઈશ નામરૂપ, નામ ઈશરૂપ છે;
સાધનો સમસ્તમાંય નામ ભૂપ છે. જય0      ||  ૫ || 
 
સ્પર્શ અગ્નિનો અજાણતાંય થાય જો;
તત્ક્ષણે અવશ્ય તે થકી દઝાય તો. જય0      ||  ૬ || 
 
ત્યમ ઉદાર નામનૂં સ્મરણ અમોઘ છે;
ત્વરિત કરે દહન ગહન પાપ ઓઘને. જય0      ||  ૭ || 
 
રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ સર્વ સદગુણો;
નામમાં સદા વસે સમૂહ તે તણો. જય0      || ૮ || 
 
ચાહ્ય તેહ થાય નામની સહાયથી;
થાય ના અપાય લેશ ઈશમાયથી. જય0      ||  ૯ || 
 

શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે



દેશ કાલ નિયમ નામ જાપને નહીં;
જ્યાં સદા જપાય શુભદ સર્વથા સહી. જય0      || ૧૦|| 
 
અંતકાળ ઉચ્ચરાય નામ જો મુખે;
નિશ્ચયે પમાય બ્રહ્મ ધામ તો સુખે. જય0      || ૧૧ || 
 
નામ ગર્જના સદાય થાય જે ઘરે;
આવી ના શકે યમો કદાપિ ત્યાં ખરે. જય0      || ૧૨ || 
 
વદ્યા ધર્મરાય સુણો સર્વ કિંકરો;
શીખ માહરી સદાય અંતરે ધરો. જય0      || ૧૩ || 
 
સંભળાય જ્યાંય નામ નાથનું જગે;
ભૂલથી કદાપિ કોઈ ત્યાં જતા રખે. જય0      || ૧૪ || 
 
કો પ્રમાદ વશ્ય એહ શીખ ભૂલશે;
કઠિણ દંડપાત્ર દૂત એ થકી થશે. જય0      || ૧૫ || 

 
જાણતાં અજાણતાં કુભાવ-ભાવથી;
હાસ્ય હેલનાદિ કોઈ દુષ્ટ દાવથી. જય0      || ૧૬ || 
 
નામ ઉચ્ચરાય અઘ હરાય સર્વથા;
એ વિશે ઘણી અજામિલાદિની કથા. જય0      || ૧૭ || 
 
તો પછી રટાય નામ શુદ્ધ સ્નેહથી;
તે તણું મહત્વ તે શકાય શું કથી. જય0      || ૧૮ || 
 
એ મહા પ્રભાવ જન જાણી શું શકે;
થાય ગુરુ કૃપાય નામ તો ચઢે મુખે. જય0      ||  ૧૯ || 
 
નામ નિત્યજો સ્મરાય કે ગવાય છે;
સંભળાય તો અશુભ સર્વ જાય છે. જય0      || ૨૦ || 
 

વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે,
બંધનો કપાય અંતરાય જાય છે. જય0      || ૨૧ || 
 
પામર પણ એ જપી પ્રબુદ્ધ થાય છે;
સર્વ પાપ ધોઈને વિશુદ્ધ થાય છે. જય0      ||  ૨૨ || 
 
અબલ બલી, અધન ધનસમૃદ્ધ થાય છે;
વિકળ ચપળ ચિત્ત યોગસિદ્ધ થાય છે. જય0      ||  ૨૩ || 
 
સર્વ સૌખ્યયુક્ત ભવવિમુક્ત થાય છે;
સ્થાપીને સુકીર્તિ પરમધામ જાય છે. જય0      ||  ૨૪ || 
 
ઈતિ અમાપ એ પ્રતાપ ગુરુવરે લહ્યો;
કિંકર હરિદાસને કૃપા કરી લહ્યો. જય0      ||  ૨૫ || 
 
પઠન કરે જન એ પ્રસન્ન મન થકી;
સ્નેહ નામમાં જડાય તેઅહ્નો નકી. જય0      ||  ૨૬ || 
 
તદુપરાંત એક વાત ગુરુવરે કહી;
સાવધાન થઈ કદા વિસારવી નહી. જય0     ||  ૨૭ || 
 
નામ છે રસાયણ એ આદિમાં કહ્યું;
પથ્યવિણ રસાયણ તો જાય ના સહ્યું. જય0      ||  ૨૮ || 

 
જો પુપથ્ય થાય તો કપાય રોગ ના;
ભોગવી મરાય કષ્ટ દુષ્ટ ભોગનાં. જય0      ||  ૨૯ || 
 
તે થકી કુપથ્ય ટાળવા ગણાવિયાં;
ગુરુવરે ઘણી કૃપા કરી ભણાવિયાં. જય0     || ૩૦ || 
  
રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ
હરે કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે શ્યામ ગોવિંદ જય જય ગોવિંદ
ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...