આવો સત્સંગ માઁ: ઑગસ્ટ 2022

24 ઓગસ્ટ 2022 શ્રાવણ વદ - 13 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત || Budh Pradosh Vrat katha Mahima In Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

24 ઓગસ્ટ 2022 શ્રાવણ વદ - 13 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત || Budh Pradosh Vrat katha Mahima In Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

budh-pradosh-vrat-katha-mahima-in-gujarati
budh-pradosh-vrat-katha-mahima-in-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું બુઘ પ્રદોષ તિથિ માહિતી , પુજન સમય અને બુઘ પ્રદોષ ની વ્રત કથા 

 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


બુઘવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ શુંભ સંયોગ ને બુઘ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે એમાં પણ વદ પક્ષના પ્રદોષ નું માહાત્મ્ય વઘારે હોય છે. 

 બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય   


જેમ દર મહિનાની એકાદશી વ્રત રાખવામાં આવે છે, તેવી જ રીતે ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એકાદશી પુણ્ય ઉપવાસ અને પ્રદોષ કલ્યાણકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત સૌથી વિશેષ ઉપવાસ છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની અને બુધવાર હોવાથી ભગવાન ગણેશ ની પૂજા કરવામાં આવે છે. ત્રયોદશી તિથિનું વ્રત સાંજે રાખવામાં આવે છે, 

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


જો પ્રદોષ વ્રત સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ વ્રત, જો તે મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ વ્રત અને જો બુધવારે હોય તો તેને બુધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. બુધ પ્રદોષ વ્રતની પૂજા મુખ્યત્વે શિવની કૃપા અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

ત્રિયોદશી તિથિનો પ્રારંભ - 24 ઓગસ્ટ સવારે 08:30 કલાકે

ત્રયોદશી તિથિની સમાપ્તિ - 25મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકે

 પ્રદોષકાળ સમય સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે પુજન દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય સાંજે 6:37 થી 8:57 સુધીનો રહેશે.

એકવાર શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


બુધ પ્રદોષ વ્રતકથા

એક પુરુષના નવા નવા લગ્ન થાય હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે “આજે બુધવાર છે, અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે.” પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબજ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટા માંથી  પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી. અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી.પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે,” ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં. અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો . ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પોહચી ગયા અને ત્યાર પછીથી  નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.


 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય | Janmashtami 12 Rashi Upay 2023 | Janmashtami 2023 | aavo satsang ma |

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય | Janmashtami 12 Rashi Upay 2023 | Janmashtami 2023 | aavo satsang ma | 

janmashtami-12-rashi-upay-2022
janmashtami-12-rashi-upay-2022

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ ના નો જન્મ એટલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ ની 12 રાશિ મુજબ ઉપાય કરવાથી વિશેષ કૃપા થઈ જીવનની કિસ્મત ચમકી ઉઠે.

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.  ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુ ના દશ અવતાર માનો આઠમો અવતાર છે એમને પુણૅ પુરૂષોત્તમ પણ કહેવાય છે માટે એમનું પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે, એમને બાળ સ્વરૂપે, યુવાન સ્વરૂપે તેમજ એમના પૂર્ણ સ્વરૂપે અનેક લીલા કરી સવૅ નું રક્ષણ કરી અનેક પ્રકાર ના દુઃખ માંથી મુક્તિ આપી છે. દ્રાપરયુગમા સવૅ મનોકામના પૂર્ણ કરનાર ભગવાન હતાં. આ કળિયુગમાં  ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાનો સૌથી શુભ દિવસ એટલે કૃષ્ણજન્મ દિવસ ની અષ્ટમી તિથિ છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ દિવસે રાશિ પ્રમાણે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર

 

મેષ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ શ્રી કૃષ્ણને લાલ વસ્ત્રો અપૅણ કરીને પછી માખણ મિશ્રી નો ભોગ ધરાવવો જોઈએ. આમ કરવાથી આ રાશિના લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.


વૃષભ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કૃષ્ણને ગાયનું દૂધ અર્પણ કરવું જોઈએ. જો શક્ય હોય તો, તમે દૂધની બનેલી થોડી મીઠાઈ પણ આપી શકો છો. આ ઉપાયથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.


આજે જાપ કરો શ્રી ગાય માતા 108 નામ


મિથુન રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ચંદન વડે તિલક કરો અને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ) ચઢાવો. તેનાથી તેઓ શુભ ફળ મેળવી શકે છે.

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 


કકૅ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને સફેદ વસ્ત્રોથી શણગારીને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી તેમના અટકેલા કામમાં ઝડપ આવી શકે છે.


સિંહ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ બાલ ગોપાલને સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી અષ્ટગંધાનું તિલક લગાવો અને ગોળથી બનેલી વાનગીઓનો આનંદ લો.

શ્રીકૃષ્ણ નામમાલા


કન્યા રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને લીલા વસ્ત્રોથી શણગારવા જોઈએ. આ પછી તેમને માવાની બનેલી મીઠાઈઓ ચઢાવો. તેનાથી તેઓ બુધ ગ્રહ સંબંધિત શુભ ફળ મેળવી શકે છે.

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


તુલા રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કાન્હાને ગુલાબી રંગના વસ્ત્રોથી શણગારવા જોઈએ અને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવું જોઈએ. તેનાથી તેમના ખરાબ દિવસો દૂર થઈ શકે છે.


વૃશ્ચિક રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ શ્રી કૃષ્ણને લાલ વસ્ત્રો પહેરવા જોઈએ અને તેમને સફરજન અથવા દાડમ જેવા લાલ રંગના ફળ પણ અર્પણ કરવા જોઈએ. તેનાથી તેમની મનોકામના પૂર્ણ થશે.

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


ધનુ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને તે પછી પણ કેળા અથવા કેસર જેવા પીળા ફળોમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


મકર રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ બાળ ગોપાલને વાદળી વસ્ત્રોથી શણગારવું જોઈએ અને રસગુલ્લા જેવા ફાટેલા દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેઓ શનિ ગ્રહ સંબંધિત શુભ ફળ મેળવી શકે છે.


કુંભ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને શુદ્ધ ઘીથી બનેલી ખીર અર્પણ કરવી જોઈએ. આ ઉપાયો કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે.


મીન રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કૃષ્ણને કેસરી રંગના વસ્ત્રો અર્પણ કરો અને પછી ભોગમાં ચણાના લોટથી બનેલી મોહન થાળ જેવી મીઠાઈઓ ચઢાવો. આનાથી તેમની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" ભાખરીયો સોમવાર ની કથા "" | bhakhariyo somvar Vrat Katha Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" ભાખરીયો સોમવાર ની કથા ""  | bhakhariyo somvar Vrat Katha Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

bhakhariyo-somvar-vrat-katha-gujarati
bhakhariyo-somvar-vrat-katha-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભાખરિયો સોમવાર

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ  

 

આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બીલીપત્ર ચડાવવાનાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી. તે દિવસે મહાદેવજીને ભાખરીનું નૈવેધ ધરાવવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.

ભાખરીયા સોમવાર ની વ્રત કથા ગુજરાતીમાં

એક ગામ હતું. એ ગામમાં રામશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મંગલાગૌરી નામની પત્ની હતી.રામશર્મા બ્રાહ્મણ ઘણો દયાળુ, વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી. તે પોતાના પતિની ખૂબ જ સેવા કરતી. પતિ જે કાંઈ ભિક્ષા માગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તેઓ હંમેશાં એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ-પત્નીને ભૂખ્યાં રહેવું પડતું. બંને જણાં પોતાની

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

દરિદ્રતાથી ખૂબ જ કંટાળી ગયાં હતાં, પણ કરવું શું ? એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહિ, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયાં કે - આજે ખાવું શું ? અને ભૂખ્યા માણસને ખવડાવવું શું ? આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા.

બ્રાહ્મણ થોડો ખચવાયો. તેની પાસે આપવા જેવું કાંઈ હતું નહિ, એ બિચારો શું આપે ? એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતાં-કરતાં તેની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એટલે પેલા સંન્યાસીએ તેને આશ્વાસન આપતાં કહ્યું : “તું ઉપાધિઓથી નિરાશ થઈશ નિહ. તારું દુઃખનું કારણ તારા ગયા ભવનાં કર્મો છે. તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે. પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા, ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી.’’

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે

 

“મહારાજ ! આ વ્રત કઈ રીતે થાય તે મને કહો.’’ સંન્યાસી બોલ્યા : “હે બ્રાહ્મણ ! આ વ્રત શ્રાવણ માસના

પહેલા સોમવારથી શરૂ કરવું અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવું. દરેક સોમવારે વહેલા ઊઠી નાહી-ધોઈ મહાદેવજીનો દીવો કરવો. પછી મહાદેવજીના મંદિરે

આગળ કથા વાંચવા 


 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે   

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...