આવો સત્સંગ માઁ: જૂન 2022

હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Bisa Jap Vidhi | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Bisa Jap Vidhi | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Hanuman-Bisa-Pujan-Rit-Gujarati
Hanuman-Bisa-Pujan-Rit-Gujarati
  

  શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

ૐ નમો હનુમંતે નમઃ 

હનુમાન બીસા જપ વિધિ

શ્રી હનુમંત વિસાની જવિવિધ અત્યંત સરળ છે, પરંતુ સાવચેતીપૂર્વક વિધિવિધાનથી તેનો ઉપયોગ કરવો.


નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ

 
સૌ પ્રથમ કોઈ મગંળવાર કે શનિવારે શ્રી હનુમંત વિસા યંત્ર બનાવી એક ફ્રેમમાં મઢાવી લેવું પછી શુદ્ધ સ્થાન ઉપર એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી એના પર વિસા યંત્ર સ્થાપિત કરવું. પછી રામચંદ્ર અને સીતા માતાની છબી મૂકી તેનું પંચોપચારથી પૂજન કરવું. ત્યાર પછી સવાપાશેર ઘઉંનો લોટ, બે લાડુ, પતાકા, લંગોટ, જનોઈ, ખડાઉ, એક નાળિયેર (જટાવાળું) સિંદૂર, ચમેલીનું તેલ, તથા સવા રૂપિયો કોઈ પણ હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીને અર્પણ કરવો.


શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે

 

ત્યારબાદ ઘરે આવી વિસા યંત્રનું પંચોપચારથી પૂજન કરવું. પૂજન વખતે હનુમાન વિસા મંત્રનો લગાતાર જાપ કરવો. આ ઉપાસના ઉત્તર તરફ મુખ રાખી તથા લાલ કામળાના આસન ઉપર બેસી કરવી. સાધના કાળમાં પુર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. લયપૂર્વક શ્રી હનુમંત વિસાયંત્રનો સસ્વર પાઠ આરંભ કરવો. પાઠ પૂર્ણ થયા પછી હનુમંત વિસાના અગિયાર પાઠ કરવા, પાઠ પુર્ણ થયે ત્યાં જ સૂઈ જવું. આ રીતે આ ક્રિયા ૨૦ દિવસ સુધી નિરંતર કરવી. એકવીસમા દિવસે હવન કરી હનુમંત વિસા યંત્રનો પાઠ કરી ૨૧ આહુતિઓ આપવી. ૨૧ બ્રાહ્મનોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી તથા અખંડ રામાયણનો પાઠ કરવો. આ રીતે વિધિપૂર્વ અનુદાન કરવાથી સાધકના સમસ્ત સંકટોનું નિવારણ થઈ જાય છે. આ એક સિધ્ધ અનુભુત સફળ પ્રયોગ છે.


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

નિજૅળા ભીમ એકાદશી ભીમે કરી એકાદશી સરસ મજાનું ભજન | Nirjalara Ekadashi Bhajan | Bheeme Kari Ekadashi New Bhajan | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

નિજૅળા ભીમ એકાદશી ભીમે કરી એકાદશી સરસ મજાનું ભજન | Nirjala ekadashi Bhajan | Bheeme Kari Ekadashi New Bhajan | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

 

Nirjala-Ekadashi-Bhajan-Gujarati-Lyrics
Nirjala-Ekadashi-Bhajan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ભીમે કરી એકાદશી સરસ મજાનું ભજન

ૐ શ્રી કૃષ્ણ વંદે જગદં ગુરુમ્ 



ભીમે કરી એકાદશી રે એતો નદીએ ન્હાવા જાય રે (2)
જમુનાના પથમાં ભૂલો પડ્યો,
હા રે આડે વગડે અથડાય(2)... ભીમે કરી એકાદશી


નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચાલી ચાલી ને આવીયો રે નાની સરિતાની માંય (2)
આચ્છા પાણી ને વહેણ સાંકડા,
હા રે જોઈને થયો ઉદાસ(2)... ભીમે કરી એકાદશી

ભીમે તે મનમાં વિચાર્યું રે વીતી જાય સ્નાન કાળ(2)
સરિતામાં આડો સુઈ ગયો,
હા રે બાંધી દીધી પાળ(2)... ભીમે કરી એકાદશી

કાંઠે દેવળ મહાદેવનું રે જળ ભરાય છે ત્યાંય (2)
પાર્વતી પુછે છે મહાદેવ ને,
હા રે આ તે કેવું કહેવાય(2)... ભીમે કરી એકાદશી

નથી વાદળ નથી વીજળી રે નથી વર્ષા નું નામ (2)
ઓચિંતા નીર ક્યાંથી અવિયા
હા રે હમણા ડૂબી જશે ધામ(2)... ભીમે કરી એકાદશી 

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


શંકર કહે સતી સાંભળો રે એક આવ્યો છે ભકત (2)
સરિતામાં આડો સુઈ ગયો
હા રે થયો ન્હાવા તત્કાળ(2)... ભીમે કરી એકાદશી

એવો તે ભકત કેવો હશે મને દેખાડો ને દેવ (2)
ગૌરી થયા છે ગાવડી
હા રે વાઘ બન્યા છે મહાદેવ(2)... ભીમે કરી એકાદશી

ઊંચું કરીને પૂછડું રે આગળ દોડે છે ગાય (2)
પાછળ પડ્યો છે વાઘ કારમો
હા રે ભીમ પાસે એ જાય(2)... ભીમે કરી એકાદશી

ભીમે જોયું ને ક્રોધ વ્યાપ્યો રે વાઘ મારે છે ગાય (2)
પૂછડું પકડયું છે વાઘ નું
હા રે એને રોકી લીધો ત્યાંય(2)... ભીમે કરી એકાદશી

વાઘે તે પંજો મારીયો રે ડાબા પડખા ની માય (2)
પડખું ચીરાણું છે ભીમ નું
હા રે રકતધારા વહી જાય(2)... ભીમે કરી એકાદશી


શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

ક્રોધે થયો છે ભીમ આકળો રે આવ્યો જળ ની બહાર(2)
પૂછડું પકડી ને ફેરવ્યું
હા રે કર્યા મારવા વિચાર(2)... ભીમે કરી એકાદશી

અદ્રશ્ય વાઘ ત્યાંતો થઈ ગયો રે ખાલી દીશે છે હાથ (2)
વિસ્મય થઈને ભીમ જોઈ રહ્યો
હા રે પ્રગટ થયા ભોળાનાથ(2)... ભીમે કરી એકાદશી

ચરણે પડી ભીમ બોલીયા રે ધન્ય ધન્ય મારા નાથ (2)
ઓચિંતા દર્શન આજે આપિયા
હા રે વાઘ આવ્યો ન હાથ(2)... ભીમે કરી એકાદશી

પડખું ચીરીને નાસી ગયો રે એને મારી નાખું ઠાર (2)
મહાદેવે હાથ ફેરવ્યો
હા રે આવી આનંદની લહેર(2)... ભીમે કરી એકાદશી

વજ્ર સમું પડખું થઈ ગયું રે મટી ગયું સહુ દુઃખ (2)
આનંદ પામીને ભીમ બોલીયો
હા રે મને લાગી છે બહુ ભુખ(2)... ભીમે કરી એકાદશી

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

 

શંકર કહે સતીના દીકરા આજે અન્ન ના ખવાય (2)
આજે જળ ના પીવાય
હા રે આજે નીર્જળા એકાદશી (2)... ભીમે કરી એકાદશી

આજે ઉપવાસ કરીશ પ્રેમથી રે પછી ઘણું બધું ખાઈલે (2)
મારી કૃપા થી પચી જશે
હા રે બહુ બળીયો તું થાય (2). .. ભીમે કરી એકાદશી

દ્વાદશી એ ઝેર દીધું ભીમ ને રે કરી કૌરાવો રે રોષ(2)
એકાદશી ના વ્રત ના પ્રભાવથી
હા રે એને વ્યાપ્યું નહીં વિષ(2)... ભીમે કરી એકાદશી


હું આશા રાખું આપને આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...