આવો સત્સંગ માઁ: નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી | Shree Tantrokt RatriSuktam Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી | Shree Tantrokt RatriSuktam Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી | Shree Tantrokt RatriSuktam Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

shree-tantrokt-ratrisuktam-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નવરાત્રિમાં આ રાત્રિ સમયે દેવીનો આ સ્ત્રોતમ નો પાઠ કરવાથી ભક્તિ માટે બીજી કશું શેષ રહેતું નથી.

ૐ શ્રી કુળદેવી નમઃ 


શ્રી તંત્રોક્ત રાત્રિસૂક્તમ્


જે આ વિશ્વની અધિશ્વરી, જગતની માતા, જગતનું પાલન કરનારી અને જગતનો સંહાર કરનારી છે. તે વિષ્ણુની નિદ્રાસ્વરૂપે છે; તેમજ તેમના સમાન બીજું કોઈ છે જ નહિ. જ્યોતિસ્વરૂપે વિષ્ણુને પ્રકટ કરવાવાળાં પણ તે જ છે.

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે


હે દેવી ! સ્વાહારૂપે પણ તમે જ છો, સ્વધારૂપે પણ તમે જ છો. યજ્ઞ અને સ્વરનું સ્વરૂપ પણ તમે છો. તમે જ અવિનાશી છો, તમે જ નિત્ય છો, ત્રણ પ્રકારની માત્રસ્વરૂપ-પ્રણવસ્વરૂપ પણ તમે જ છો.


હે દેવી ! ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધમાત્રા છે તે તમે જ છો, તમે જ સંધ્યા અને સાવિત્રી છો તથા પરમ જનની પણ તમે જ છો.


હે દેવી ! તમે જ જગતને ધારણ કરો છો, ઉત્પન્ન કરો છો, પાળો છો અને અંત સમયે તમે જ સંહાર કરો છો.


હે જગન્મયી દેવી ! આ જગત તમારું જ સ્વરૂપ છે. સર્જન સમયે તમે સૃષ્ટિરૂપ છો, પાલન સમયે સ્થિતિરૂપ છો અને અંત સમયે સંહારશક્તિરૂપે પણ આપ છો.

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે


તમેજ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ અને મહામોહરૂપ છો. મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો.


ત્રણે ગુણોની પ્રકૃતિ તમારાથી જ ઉત્પન્ન થયેલી છે. ભયંકરૢ કાલરાત્રિ-મહારાત્રિ અને મોહરાત્રિ સ્વરૂપે તમે જ છો.


તમેજ શ્રી છો. તમે જ ઈશ્વરી છો. તમે જહીં છો. તમે જ બોધલક્ષણા બુદ્ધિ છો. તમે જ લજ્જારૂપ, પુષ્ટિ તુષ્ટિ, શાંતિ એ ક્ષમાશીલ ગુણાવાળાં પણ તમે જ છો. 


તમે જ ખડ્ગ, ત્રિશૂળ, ધોરા, ગદા, ચક્ર, શંખ, ચાપ, બાણ, ભુશુડી અને પરિધ વગેરે આયુધોને ધારણ કરનારાં છો.


તમે સૌમ્યથી સૌમ્યતર છો અને અત્યંત સુંદર શ્રેષ્ઠ સ્વરૂપવાળાં છો. પર અને અપર સર્વથી દૂર રહેનારાં તમે જ પરમેશ્વરી છો.


જગતમાં સત્ અને અસરૂપે આપ છો, તેથી અખિલ સ્વરૂપવાળાં હે દેવી ! આપની હું શું સ્તુતિ કરી શકું એમ છું ?

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


જે ઈશ્વર જગતને સર્જે છે, પાળે છે ને સંહારે છે તે જ ઈશ્વર આપની નિદ્રાશક્તિને વશ થઈ સૂઈ ગયા છે, તો પછી હે દેવી ! આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે ?


આપના વડે જ હું (બ્રહ્મા), વિષ્ણુ તથા શંકર દેહ ધારણ કરનાર થયેલા છીએ. તો પછી બીજો એવો કોણ હોય, જે આપની સ્તુતિ કરવા સમર્થ હોય ?


હે દેવી ! આ પ્રમાણે આપ ઉદાર પ્રભાવોને લીધે સ્તુતિ કરાયેલાં છો. આપ આ મધુ અને કૈટભ બે દૈત્યોને આપના મહાન પ્રભાવ વડે મોહ પમાડો.
આપજલદીથી જગતના સ્વામી વિષ્ણુ ભગવાનને જગાડો અને આ બંને મહાઅસુરોનો નાશ કરવાની પ્રેરણા કરો. 

|| ઇતિશ્રી રાત્રિસૂક્ત સમાપ્તમ્ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...