આવો સત્સંગ માઁ

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

gau-mata-108-names-lyrics-in-gujarati
gau-mata-108-names-lyrics-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણાં ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશુ આ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે. ગાય મતા ની સેવાથી બધા દેવી દેવતાની સેવા પૂજા થઈ જાય છે. 


શ્રી ગૌ અષ્ટોત્તર નામાવલિ - માતા ગાયના 108 નામ


ૐ  કપિલા નમઃ.
ૐ  ગૌતમી નમઃ.
ૐ  સુરભી નમઃ.
ૐ  ગૌમતી નમઃ ।
ૐ  નંદની નમઃ ।
ૐ  શ્યામા નમઃ ।
ૐ  વૈષ્ણવી નમઃ ।
ૐ  મંગલા નમઃ.
ૐ  સર્વદેવ વાસિની નમઃ ।
ૐ  મહાદેવી નમઃ 10
ૐ  સિંધુ અવતરણી નમઃ.
ૐ  સરસ્વતી નમઃ.
ૐ  ત્રિવેણી નમઃ ।
ૐ  લક્ષ્મી નમઃ.
ૐ  ગૌરી નમઃ.
ૐ  વૈદેહી નમઃ ।
ૐ  અન્નપૂર્ણાય નમઃ.
ૐ  કૌશલ્યાય નમઃ ।
ૐ  દેવકી નમઃ.
ૐ  ગોપાલિની નમઃ ॥20॥


ૐ  કામધેનુ નમઃ.
ૐ  અદિતિ નમઃ.
ૐ  માહેશ્વરી નમઃ.
ૐ  ગોદાવરી નમઃ.
ૐ  જગદંબા નમઃ ।
ૐ  વૈજયંતી નમઃ ।
ૐ  રેવતી નમઃ.
ૐ  સતી નમઃ.
ૐ  ભારતી નમઃ.
ૐ  ત્રિવિદ્યા નમઃ ॥30
ૐ  ગંગા નમઃ।
ૐ  યમુના નમઃ.
ૐ  કૃષ્ણ નમઃ.
ૐ  રાધા નમઃ.
ૐ  મોક્ષદા નમઃ ।
ૐ  ઉત્તરા નમઃ.
ૐ  અવધા નમઃ.
ૐ  બ્રજેશ્વરી નમઃ ।
ૐ  ગોપેશ્વરી નમઃ ।
ૐ  કલ્યાણી નમઃ ॥40॥


ૐ  કરુણા નમઃ ।
ૐ  વિજયા નમઃ.
ૐ  જ્ઞાનેશ્વરી નમઃ.
ૐ  કાલિન્દી નમઃ.
ૐ  પ્રકૃતિ નમઃ ।
ૐ  અરુંધતિ નમઃ ।
ૐ  વૃંદા નમઃ.
ૐ  ગિરિજા નમઃ ।
ૐ  મનહોરાણી નમઃ ।
ૐ  સંધ્યા નમઃ ॥50
ૐ  લલિતા નમઃ।
ૐ  રશ્મિ નમઃ.
ૐ  જ્વાલા નમઃ.
ૐ  તુલસી નમઃ.
ૐ  મલ્લિકા નમઃ ।
ૐ  કમલા નમઃ.
ૐ  યોગેશ્વરી નમઃ ।
ૐ  નારાયણી નમઃ.
ૐ  શિવા નમઃ.
ૐ ગીતા નમઃ ॥60


ૐ  નવનીતા નમઃ।
ૐ  અમૃત અમરો નમઃ ।
ૐ  સ્વાહા નમઃ ।
ૐ  ધનંજયા નમઃ ।
ૐ  ૐ કારેશ્વરી નમઃ ।
ૐ  સિદ્ધિશ્વરી નમઃ ।
ૐ  નિધિ નમઃ.
ૐ  રિદ્ધિશ્વરી નમઃ ।
ૐ  રોહિણી નમઃ ।
ૐ  દુર્ગા નમઃ ॥70॥
ૐ  દુર્વા નમઃ.
ૐ  શુભમા નમઃ.
ૐ  રમા નમઃ.
ૐ  મોહનેશ્વરી નમઃ ।
ૐ  પવિત્રા નમઃ ।
ૐ  શતાક્ષિ નમઃ ।
ૐ  પરિક્રમા નમઃ ।
ૐ  પિરેશ્ર્વરી નમઃ ।
ૐ  હરસિદ્ધિ નમઃ ।
ૐ  મણિ નમઃ ॥80
ૐ અંજના નમઃ।
ૐ  ધરણી નમઃ ।
ૐ  વિંધ્યા નમઃ.
ૐ  નવધા નમઃ.
ૐ  વારુણી નમઃ.
ૐ  સુવર્ણા નમઃ ।
ૐ  રાજતા નમઃ.
ૐ  યશસ્વનિ નમઃ ।
ૐ  દેવેશ્વરી નમઃ ।
ૐ  ઋષભા નમઃ ॥90


ૐ  પાવની નમઃ।
ૐ  સુપ્રભા નમઃ ।
ૐ  વાગેશ્વરી નમઃ ।
ૐ  મનસા નમઃ ।
ૐ  શાંડિલી નમઃ ।
ૐ  વેણી નમઃ.
ૐ  ગરુડા નમઃ.
ૐ  ત્રિકુટા નમઃ ।
ૐ  ઔષધા નમઃ ।
ૐ  કાલંગી નમઃ 100
ૐ  શીતલા નમઃ ।
ૐ  ગાયત્રી નમઃ.
ૐ  કશ્યપા નમઃ ।
ૐ  કૃતિકા નમઃ ।
ૐ  પૂર્ણા નમઃ ।
ૐ  તૃપ્તા નમઃ ।
ૐ  ભક્તિ નમઃ
ૐ ત્વરિતા નમઃ108


મિત્રો આ ગાય મતા 108 નામ જેને ગાય અષ્ટોતરી નામવલી  કહેવાય છે ગુજરાતીમાં. હું આશા રાખું કે આપને પસંદ આવી હશે. તો એક શેર જરૂર કરજો. 

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસનું સરસ મજાનું શ્રી હરિ મંગલમય ભજન કીતૅન | Shree Hari Mangalmay Bhajan Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-mangalmay-bhajan-gujarati
shree-hari-mangalmay-bhajan-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિનામ મંગલાયનમ ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે.


શ્રી હરિનામ મંગલાયનમ


જય જય હરિનામ મહા મંગલાયનં;
મેટ ન ભવ દીર્ઘ રોગ ચિદ રસાયનં;
જય જય હરિનામ મહા મંગલાયનં.  || ૧ || 
 
દુરિત દુ:ખ દોષ કોશ નાશ કારણં;
અંતર અજ્ઞાન અંધાકરવારણં. જય0      || ૨ || 
 
ત્રિવિધ તાપ શમન જાપ નામનો સદા;
તત કથાય ક્યમ કથાય કોઈથી કદા. જય0      ||  ૩ || 
 
તત પ્રતાપ ઈશ આપ ઓળખાય છે;
વેદ શાસ્ત્ર ને પુરાણ સર્વ ગાય છે. જય0     ||  ૪ || 

 
ઈશ નામરૂપ, નામ ઈશરૂપ છે;
સાધનો સમસ્તમાંય નામ ભૂપ છે. જય0      ||  ૫ || 
 
સ્પર્શ અગ્નિનો અજાણતાંય થાય જો;
તત્ક્ષણે અવશ્ય તે થકી દઝાય તો. જય0      ||  ૬ || 
 
ત્યમ ઉદાર નામનૂં સ્મરણ અમોઘ છે;
ત્વરિત કરે દહન ગહન પાપ ઓઘને. જય0      ||  ૭ || 
 
રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ સર્વ સદગુણો;
નામમાં સદા વસે સમૂહ તે તણો. જય0      || ૮ || 
 
ચાહ્ય તેહ થાય નામની સહાયથી;
થાય ના અપાય લેશ ઈશમાયથી. જય0      ||  ૯ || 
 

શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે



દેશ કાલ નિયમ નામ જાપને નહીં;
જ્યાં સદા જપાય શુભદ સર્વથા સહી. જય0      || ૧૦|| 
 
અંતકાળ ઉચ્ચરાય નામ જો મુખે;
નિશ્ચયે પમાય બ્રહ્મ ધામ તો સુખે. જય0      || ૧૧ || 
 
નામ ગર્જના સદાય થાય જે ઘરે;
આવી ના શકે યમો કદાપિ ત્યાં ખરે. જય0      || ૧૨ || 
 
વદ્યા ધર્મરાય સુણો સર્વ કિંકરો;
શીખ માહરી સદાય અંતરે ધરો. જય0      || ૧૩ || 
 
સંભળાય જ્યાંય નામ નાથનું જગે;
ભૂલથી કદાપિ કોઈ ત્યાં જતા રખે. જય0      || ૧૪ || 
 
કો પ્રમાદ વશ્ય એહ શીખ ભૂલશે;
કઠિણ દંડપાત્ર દૂત એ થકી થશે. જય0      || ૧૫ || 

 
જાણતાં અજાણતાં કુભાવ-ભાવથી;
હાસ્ય હેલનાદિ કોઈ દુષ્ટ દાવથી. જય0      || ૧૬ || 
 
નામ ઉચ્ચરાય અઘ હરાય સર્વથા;
એ વિશે ઘણી અજામિલાદિની કથા. જય0      || ૧૭ || 
 
તો પછી રટાય નામ શુદ્ધ સ્નેહથી;
તે તણું મહત્વ તે શકાય શું કથી. જય0      || ૧૮ || 
 
એ મહા પ્રભાવ જન જાણી શું શકે;
થાય ગુરુ કૃપાય નામ તો ચઢે મુખે. જય0      ||  ૧૯ || 
 
નામ નિત્યજો સ્મરાય કે ગવાય છે;
સંભળાય તો અશુભ સર્વ જાય છે. જય0      || ૨૦ || 
 

વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે,
બંધનો કપાય અંતરાય જાય છે. જય0      || ૨૧ || 
 
પામર પણ એ જપી પ્રબુદ્ધ થાય છે;
સર્વ પાપ ધોઈને વિશુદ્ધ થાય છે. જય0      ||  ૨૨ || 
 
અબલ બલી, અધન ધનસમૃદ્ધ થાય છે;
વિકળ ચપળ ચિત્ત યોગસિદ્ધ થાય છે. જય0      ||  ૨૩ || 
 
સર્વ સૌખ્યયુક્ત ભવવિમુક્ત થાય છે;
સ્થાપીને સુકીર્તિ પરમધામ જાય છે. જય0      ||  ૨૪ || 
 
ઈતિ અમાપ એ પ્રતાપ ગુરુવરે લહ્યો;
કિંકર હરિદાસને કૃપા કરી લહ્યો. જય0      ||  ૨૫ || 
 
પઠન કરે જન એ પ્રસન્ન મન થકી;
સ્નેહ નામમાં જડાય તેઅહ્નો નકી. જય0      ||  ૨૬ || 
 
તદુપરાંત એક વાત ગુરુવરે કહી;
સાવધાન થઈ કદા વિસારવી નહી. જય0     ||  ૨૭ || 
 
નામ છે રસાયણ એ આદિમાં કહ્યું;
પથ્યવિણ રસાયણ તો જાય ના સહ્યું. જય0      ||  ૨૮ || 

 
જો પુપથ્ય થાય તો કપાય રોગ ના;
ભોગવી મરાય કષ્ટ દુષ્ટ ભોગનાં. જય0      ||  ૨૯ || 
 
તે થકી કુપથ્ય ટાળવા ગણાવિયાં;
ગુરુવરે ઘણી કૃપા કરી ભણાવિયાં. જય0     || ૩૦ || 
  
રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ
હરે કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
હરે શ્યામ ગોવિંદ જય જય ગોવિંદ
ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ



પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-sharanam-stotram-in-gujarati
shree-hari-sharanam-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિ: શરણં સ્તોત્ર ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે.

શ્રી હરિ: શરણં સ્તોત્ર

 

ગયો ગુરુદેવને શરણે નમન કીધું ચરણકમળે;

કરી વિનંતી કૃપાસિંધો, ટળે ભવરોગ શી રીતે ?


વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે, શ્રવણ કર તાત ઘર ચિત્તે;

પરમ નિર્ભયા થવા નિત્યે, હરિ: શરણં હરિ: શરણં.


અટળ ભવરોગ ટળવાને, સુકૃત સઘળાય ફળવાને;

અમૃતમય મોક્ષ મળવાને, હરિ: શરણં હરિ: શરણં.


કદા કંઈ કષ્ટ આવે તો, કુડી વ્યાધિ સતાવે તો;

કુમતિ મનને ભમાવે તો, હરિ: શરણં હરિ: શરણં.


પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા


ભલે સંપત્તિ સુખ હોયે, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દારિદ્રય દુ:ખ તોયે, હરિ: શરણં હરિ: શરણં.


છકી જાવું નહીં સુખમાં, હરિ: શરણં હરિ: શરણં;

દબાવું નહીં કદી દુ:ખમાં, હરિ: શરણં હરિ: શરણં.


પરાયું દુ:ખ જોઈને, હરિ: શરણં હરિ: શરણં;

ભલે સુખ હોય કોઈને, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતોષને માટે, હરિ: શરણં હરિ: શરણં;

ટળે સહુ દોષ તે માટે, હરિ: શરણં હરિ: શરણં.


થવું નિષ્પાપ હોયે તો, હરિ: શરણં હરિ: શરણં;

સદાની શાંતિ ચ્હાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી- થાળ


સતાવે કામ ક્રોધાદિ, હરિ: શરણં હરિ: શરણં;

દબાવે મોહ લોભ કદી, હરિ: શરણં હરિ: શરણં.


વિષયમાં ઈન્દ્રિયો દોડે, હરિ: શરણં હરિ: શરણં;

ચપળ મનને હરે જોડો, હરિ: શરણં હરિ: શરણં.


વચન કુડાં કહે કોઈ, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દુ:ખ દે અબળ જોઈ, હરિ: શરણં હરિ: શરણં.


વૃથા અભિમાન જાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ક્ષમા અપરાધ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


અધિક ઉદ્વેગમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં;

અતુલ આનંદમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં.


કદી કોઈ હાણ્ય થાયે તો, હરિ: શરણં હરિ: શરણં;

ભલે કાંઈ લાભ થાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


અશક્તિમાં સશક્તિમાં, હરિ: શરણં હરિ: શરણં;

સહુ વાતે સદા સ્મરવું, હરિ: શરણં હરિ: શરણં.


ઘણું કહેવા થકી શું છે, હરિ: શરણં હરિ: શરણં;

શ્રુતિનું વાક્ય સમજી લે, હરિ: શરણં હરિ: શરણં.


ખરો એ સાર સંસારે, હરિ: શરણં હરિ: શરણં;

સુભાવી જન ઉર ધારે, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતો જપે છે જે, હરિ: શરણં હરિ: શરણં;

તપસ્વીઓ તપે છે તે, હરિ: શરણં હરિ: શરણં.


રટે શિવ શેષ બ્રહ્માદિ, હરિ: શરણં હરિ: શરણં;

મહા મુનિરાય સનકાદિ, હરિ: શરણં હરિ: શરણં.


  શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


ભજનનું તત્વ એ જાણો, હરિ: શરણં હરિ: શરણં;

પરમ સુખ એ થકી માણો, હરિ: શરણં હરિ: શરણં.


ભલે હો જાગતા સૂતા, હરિ: શરણં હરિ: શરણં;

ભલે બેઠા ભલે ફરતા, હરિ: શરણં હરિ: શરણં.


ભલે કંઈ કાર્ય હો કરતા, હરિ: શરણં હરિ: શરણં;

રખે એ વાત વિસરતા, હરિ: શરણં હરિ: શરણં.


સફળ આ જન્મ થાવાને, હરિ: શરણં હરિ: શરણં;

સુખે વૈકુંઠ જાવાને, હરિ: શરણં હરિ: શરણં.


સુખદ હરિગીત ગાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ખરા હરિદાસ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


અઘિક માસ નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસ  નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-govind-jap-mala-in-gujarati
shree-govind-jap-mala-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી શ્રી ગોવિંદ નામમાલા ગુજરાતી મા


શ્રી ગોવિંદ નામમાલા
 
ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ રથાંગપાણે I
ગોવિંદ ગોવિંદ મુકંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સમુદ્રશાયી, ગોવિંદ ગોવિંદ અપારમાયી I
ગોવિંદ ગોવિંદ સબુદ્ધિદાયી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અચિન્ત્યરૂપ, ગોવિંદ ગોવિંદ ત્રિલોકરૂપ I
ગોવિંદ ગોવિંદ જગત્સ્વરૂપ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ સુરાસુરેશ, ગોવિંદ ગોવિંદ ચરાચરેશ I
ગોવિંદ ગોવિંદ પરાત્પરેશ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ દશાવતાર, ગોવિંદ ગોવિંદ અનંતપાર I
ગોવિંદ ગોવિંદ ભવાબ્ધિસાર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતમૂર્તે, ગોવિંદ ગોવિંદ અનંતશક્તે I
ગોવિંદ ગોવિંદ અનંતકીર્તે, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતનામ, ગોવિંદ ગોવિંદ અખંડધામ I
ગોવિંદ ગોવિંદ રમેશરામ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સરોજનેત્ર, ગોવિંદ ગોવિંદ મહાપવિત્ર I
ગોવિંદ ગોવિંદ સુધાચરિત્ર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ કૃપાનિકેત, ગોવિંદ ગોવિંદ સદા વિરક્ત I
ગોવિંદ ગોવિંદ મહેશવિત્ત, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાવતારી, ગોવિંદ ગોવિંદ જનાર્તિહારી I
ગોવિંદ ગોવિંદ ગિરીંદ્રધારી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ પ્રપન્નપાલ, ગોવિંદ ગોવિંદ કૃતાંતકાલ I
ગોવિંદ ગોવિંદ વ્રજેશબાલ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાદિકતા, ગોવિંદ ગોવિંદ સુરાર્તિહર્તા I
ગોવિંદ ગોવિંદ શરીરભર્તા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ જગન્નિયંતા, ગોવિંદ ગોવિંદ સુશાંતિદાતા I
ગોવિંદ ગોવિંદ વિભો વિધાતા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ નામે સુખ સર્વ થાયે, ગોવિંદ નામે સહુ દુ:ખ જાયે I
ગોવિંદ નામે અતિ શુદ્ધ-બુદ્ધિ, ગોવિંદ નામે સહુ કાર્ય-સિદ્ધિ II

ગોવિંદ નામે સહુ પાપ પાસે, ગોવિંદ નામે સહુ પુણ્ય પાસે I
ગોવિંદ નામે સહુ ભાગ્ય જાગે, ગોવિંદ નામે ભવભીતિ ભાગે II

(શાર્દૂલવિક્રીડિત વૃત)
કાશીક્ષેત્રવિષે સમે ગ્રહણને, ગૌદાન કોટી કરે I
સો સંક્રાંતિકદી મહામકરની, વાસ પ્રયાગે કરે II

પૂજે યજ્ઞ કરી સહસ્ત્ર દશ વા, મેરુ સમું સ્વર્ણ દે I
પણ તે પુણ્ય ન થાય તુલ્ય કદીયે, ગોવિંદના નામથી  II


(અનુષ્ટુપ છંદ)
 
ગોવિંદ નામની માળા, સર્વ સંતાપહારિણી I
પ્રેમથી પહેરનારને મહા-મંગલકારિણી II

પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-namo-narayan-jap-mala-in-gujarati
shree-namo-narayan-jap-mala-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી નમો નારાયણ નામ માલા ગુજરાતી મા


નમો નારાયણ


ગંગા કાઠે ખેતર રે, નમો નારાયણ,
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે, નમો નારાયણ,
ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર વાવીયા રે, નમો નારાયણ,
વાવ્યા જવા ને તલ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે, નમો નારાયણ,
રાખ્યા છે અર્જુન-ભીમ, હરિહર વાસુદેવાય.


ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ,
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મ ને પાપ બે તોળિયા રે, નમો નારાયણ,
ત્રાજવાં ત્રિકમ ને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ,
પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય.

ધર્મીને વૈકુંઠ ઢુંકડું રે, નમો નારાયણ,
પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય.

ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ,
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદેવાય.

હરિએ દ્વાર ઉઘાડિયા રે, નમો નારાયણ,
આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય.



બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ,
સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય.

કળજુગ કડવો લીંબડો રે, નમો નારાયણ,
મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, હરિહર વાસુદેવાય.

ગાય શીખે ને સુણે સાંભળે રે, નમો નારાયણ,
તેનો હોજો વૈકુંઠમાં વાસ, હરિહર વાસુદેવાય.


અઘિક માસમાં પાઠ કરો શ્રીકૃષ્ણ નામમાલા | Shree Krishna Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસમાં પાઠ કરો શ્રીકૃષ્ણ નામમાલા  | Shree Krishna Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-krishna-jap-mala-in-gujarati
shree-krishna-jap-mala-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી કૃષ્ણ નામ માલા ગુજરાતી મા


શ્રીકૃષ્ણ નામમાલા


 
શ્રીકૃષ્ણ કૃષ્ણ યદુનન્દન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મુનિવન્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરલીધર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જગદીશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ કરુણાકર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ કમલાકર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મથુરાપતિ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુરાકૃતિ કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજવર્ધન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરમર્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજભૂષણ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુસુદન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વિધુવંશજ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવભેષજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ રસિકેશ્વર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ અખિલેશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મનમોહન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ખગવાહન કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ વાસુદેવજ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ પશુપાંગજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ નટનાગર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ સુખસાગર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવમોહન કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ રવિલોચન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ પુરૂષોત્તમ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ગતિસત્તમ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ગિરિધારણ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જનતારણ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ યમુનાવર કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ ધનસુંદર કૃષ્ણ કૃષ્ણ


શ્રીકૃષ્ણ કૃષ્ણ જય કેશવ કૃષ્ણ કૃષ્ણ
શ્રીકૃષ્ણ કૃષ્ણ જય માધવ કૃષ્ણ કૃષ્ણ


અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ જપ માળા | Shree Madhav Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ જપ માળા | Shree Madhav Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-madhav-jap-mala-in-gujarati
shree-madhav-jap-mala-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી માધવ નામ માલા ગુજરાતી મા


માધવ માધવ મુરહર માધવ,  માધવ માધવ ગિરિવરધારી;
માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ કુંજબિહારી.


માધવ માધવ ગિરિવર માધવ,  માધવ માધવ ભવભયહારી;
માધવ માધવ ભૂધર માધવ,  માધવ માધવ જનસુખકારી.


માધવ માધવ હલધર માધવ,  માધવ માધવ મંગલકારી;
માધવ માધવ નગધર માધવ,  માધવ માધવ સંકટહારી.


માધવ માધવ દરધર માધવ,  માધવ માધવ કરુણાહારીએ;
માધવ માધવ દુર્ઘર માધવ,  માધવ માધવ દેવમુરારી.

માધવ માધવ શ્રીધર માધવ,  માધવ માધવ જયસુખદાતા;
માધવ માધવ દ્યુતિધર માધવ,  માધવ માધવ નિજ જનત્રાતા.

માધવ માધવ મનહર માધવ,  માધવ માધવ જય અવિનાશી;
માધવ માધવ ભવહરમાધવ,  માધવ માધવ જય સુખરાશી.

માધવ માધવ ભયહર માધવ,  માધવ માધવ જય વ્રજવાસી;
માધવ માધવ મદહર માધવ,  માધવ માધવ વિશ્વવિલાસી.

માધવ માધવ બકહર માધવ,  માધવ માધવ હે બહુનામી;
માધવ માધવ અઘહર માધવ,  માધવ માધવ અન્તરયામી

માધવ માધવ ઈશ્વર માધવ,  માધવ માધવ દેવ ગદાધર;
માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ જય કમલાવર.

માધવ માધવ શ્રીવર માધવ,  માધવ માધવ અદભુતમાયી;
માધવ માધવ રઘુવર માધવ,  માધવ માધવ હરિ વરદાયી.

માધવ માધવ યદુવર માધવ,  માધવ માધવ હે અવતારી;
માધવ માધવ ગુરુવર માધવ,  માધવ માધવ જય આરાસુરી.


માધવ નામ અમંગલહારણ,  માધવ નામ સુમંગલકારી;
માધવ નામ દહે દુ:ખ દારુણ,  માધવ નામ મહા અઘહરી.

માધવ નામ થકી સુખ સંપત્તિ,  માધવ નામ થકી વશજાયે;
માધવ નામ થકી સહુ સદગુણ,  માધવ નામ થકી દુર્ગુણ વામે.


માધવ નામ નિરંતર જપાય, તો સઘળા શુભધર્મ સધાય;
એ શુભ માધવ નામ મહામણિ, વીણી લઈ ગ્રથિ માધવમાળા

તે જન કંઠ વિશે ધરતાં, કદીયે ન જુએ યમકિંકર કાળા.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...