આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 26 થી 30 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 26 to 30 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 26 થી 30 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 26 to 30 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 26 થી 30  છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 26 to 30 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa 

anand-no-garbo-meaning-26-to-30-Gujarati
anand-no-garbo-meaning-26-to-30-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા છંદ 26 -30 ગુજરાતી માં અથૅ.


ૐ શ્રી બહુચર માતાયે નમઃ 


પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા

જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા || ૨૬ ||


જય શ્રી બહુચર માં  માડી દરેક યુગમાં નાગ, પશુ , અને પક્ષી વગેરે જુદાજુદા પ્રાણીઓની અંદર જીવરૂપે આપ રૂદ્રાણી સ્વરૂપે બિરાજમાન છો... || ૨૬ ||

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે


ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા

જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા || ૨૭ ||


જય શ્રી બહુચર માં  માડી  માં આંખની વચ્ચે દેખાતી કાળી કીકી જો ન હોય તો જડ જેવી બની કાયૅ કરીએ શકતી નથી. ચેતન સ્વરૂપે કીકી હોવાથી આંખમાં. ચપળતા રહેલી છે. આથીજ જગતનું સારા નરસાનુ ભાન કરવા છે. તેમ માણસનાં જાનમાં ચેતન સ્વરૂપે માજી માગૅદશૅન હોય તોજ માનવ હ્રદય જોઈ શકે છે. તેના પ્રતાપે જ વિચાર શક્તિ સરસ , નરસ પારખી શકે છે. પંચભૂત શરીરની અંદર જ્ઞાનરૂપી શક્તિ તમારો નિવાસ છે... || ૨૭ ||

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા

ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા. || ૨૮ ||


જય શ્રી બહુચર માં  માડી  અન્ન ખાઈને જીવન ગુજારનાર, દાસ ચારો ખાઈ જીવનાર તથા વાયુભક્ષી જીવન જીવન વ્યતીત કરનાર અને જળ માં વસી જીવન ગુજારનાર જળચર , થળચર , અને ખગચર વગેરે માનવ પશુ પક્ષી તથા જીવજંતુ પોતાનું પેટપોષણ કરી આયુ નિભાવે છે. તેનાં પન આપ ભરણપોષણ કતૉ માજીદ છો એટલે કે આપજ જીવમાત્રની શક્તિ છો.... || ૨૮ ||

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા

ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા || ૨૯ ||


જય શ્રી બહુચર માં  માડી  આપ શ્રીમતિ રજોગુણ , તમોગુણ , અને સત્વ ગુણમ્ય ત્રિગુણાત્મક જગત જીવો ના દુ:ખ ભય ટાળનારાવ્હાર કરનારા છો એટલું જ નહીં પણ મુત્યુ તથા પાતાળ એ ત્રણેય લોક ને તારાનારા તત્વરૂપ છો અને વિશ્ર્વના જનની મા છો... || ૨૯ ||


જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા

કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા || ૩૦ ||


જય શ્રી બહુચર માં  માડી  જ્યારે જ્યારે જે જે જગ્યાએ જેવું જેવું રૂપ તેં સ્થળે તે સમયે તેવું સ્વરૂપ અને નામ ધારણ કરી ભક્તોના દુ:ખ સંરક્ષણ પુરૂં પાડો છો છતાં પણ જો કોઈ કોટી જપ કે ધુપ કરી ધ્યાન કરી તમને નયન સમક્ષ નિહાળવા માગેતો પણ કોઈ તમને કળી શકતું નથી. કારણકે આપની માયામાં ધણીજ ગુપ્ત શક્તિ ઓ સમાયેલી છે તે અપંરપાર છે ... || ૩૦ ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...