આવો સત્સંગ માઁ: ફેબ્રુઆરી 2022

શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી મિલન એકદમ સરસ મજાનું ભજન થયું છે તમે આજ સુધી નહીં વાંચ્યું હોય | shrinathji prakatya story Bhajan gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી મિલન  એકદમ સરસ મજાનું ભજન થયું  છે તમે આજ સુધી નહીં વાંચ્યું હોય | shrinathji prakatya story Bhajan gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shrinathji-prakatya-story-Bhajan-gujarati
shrinathji-prakatya-story-Bhajan-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી મિલન  એકદમ સરસ મજાનું ભજન થયું  છે તમે આજ સુધી નહીં વાંચ્યું હોય ૐ શ્રીનાથજી નમઃ શ્રી મહાપ્રભુજી ની જય 


શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

શ્રી નાથજીનુ પ્રાગટ્ય ભજન
ગિરિકંદરામાથી પ્રગટ થયા પ્રભુ
આપ શ્રી ગોવધૅનનાથ રે
નંદ જશોમતી કેરા લાલ વ્રજ સૌ કીધું સનાથ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા
શ્રી વ્રજનાથ મધુર વ્હાલો હસિયા રે

શ્રાવણ સુદ પાંચમ ને દાડે થયાં ભુજા દશૅન રે
આ ગિરિકંદરામા બિરાજે મારો વ્હાલો
શું કહું પ્રસન્ન વદન
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

ધણા  દિવસ ભુજા નું પુજન ચાલ્યું તે વ્રજમાય રે
આ દૂધ લઈને સ્નાન કરાવે
મહિમા કહ્યો નવ જાય
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા 


શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિત મધુરાષ્ટક

 
છિદ્રસહિત શિલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે
એક ગાય ત્યાં નિત જાય છે
દૂધ સ્ત્રાવે તદરૂપ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

એક બ્રહ્માણની ગાય હતી તેણે પૂછિ ગોવાળિયાને પેર રે
આ દૂધ ધટે છે નિત કેમ માહરુ
દોહિ લઈ જાય તારે ધેર
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ

 
ત્યારે ગોવાળિયે એમ કહ્યું ખબર કાઢું નિર્ધાર રે
કોણ પ્રકારે થાય છે આ ગૌનો
સમજાવીને કહું સાર
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે
આ ઊભી રહીને દૂધ સ્ત્રાવે
નિત પ્રાણજીવન ને પાય
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

ગૌપ્રકાર જોઈને ગોવાળિયો બ્રાહ્મણ ને લાવ્યો સંગ રે
અચરજ જોઈને વિસ્મય થયું મન
કહાવ્યું સૌને ઉમંગે
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

સૌ વ્રજવાસી ગિરિ પર આવ્યા બોલ્યા મુખથી બોલ રે
કોઈ દેવતા કે દ્રવ્ય હોય
એમ મુખથી કીધો તોલ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

ગિરિ શિલા ઊંચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે
પૂછ્યું દેવતા પવૅત કેરા શું છે તમારું નામ?
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા કે દેવદમન મારૂં નામ રે
આ મહિમા ચાલ્યો વ્રજમાં ઝાઝો
પૂરણ કરે મનકામ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

દહીં દૂધ વ્રજવાસી કેરાં આરોગે નંદલાલ રે
ઝારખંડ જાઈ શ્રી મહાપ્રભુ ને
આજ્ઞા કરી તત્કાળ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા


જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર

 ઈન્દ્ર નાગ ને દેવદમન તે પ્રગટ થાય વ્રજમાય રે
ગિરિવર ઉપર આપ પધારી
સેવા ચલાવો ત્યાં
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડેને ધેર રે
વચન સુણિયા ગિરિવર પ્રભુના
વાત પૂછી કરી પેર
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

સદુ પાંડે શ્રી મહાપ્રભુ ને કહે છે પ્રાગટ્ય પ્રકાર રે
દેવદમન નામે પ્રગટ્યા છે
મહિમા અપરંપાર
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

ગિરિવર ઉપર આપ પધાયૉ સામા મળ્યા નિજનાથ રે
અંગોઅંગ ભેટી સુખ ઉપજ્યું
જોડ્યા પછી બેઉ હાથ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા 


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 ગોવધૅન ઉધ્ધારણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે
મોરપીંછ નો મુગટ ધરાવ્યો બંસી દીધી હાથ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા

પાટે બેસાડીને ભોગ ધરાવ્યા ત્યાંથી પધાયૉ આપ રે
નિજ જન મન આનંદ વધાર્યો
દૂર કીધાં તન તાપ
શ્રી ગોવધૅન રસિયા રે મારે મન વસિયા 


 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...