આવો સત્સંગ માઁ: પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ શ્રી હરિનો આ સ્તોત્ર નો પાઠ કરવાથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે | Shree Hari Sharanam Stotram in Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-hari-sharanam-stotram-in-gujarati
shree-hari-sharanam-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી હરિ: શરણં સ્તોત્ર ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી અમૃતમય મોક્ષ મળવાને પાત્ર થાય છે.

શ્રી હરિ: શરણં સ્તોત્ર

 

ગયો ગુરુદેવને શરણે નમન કીધું ચરણકમળે;

કરી વિનંતી કૃપાસિંધો, ટળે ભવરોગ શી રીતે ?


વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે, શ્રવણ કર તાત ઘર ચિત્તે;

પરમ નિર્ભયા થવા નિત્યે, હરિ: શરણં હરિ: શરણં.


અટળ ભવરોગ ટળવાને, સુકૃત સઘળાય ફળવાને;

અમૃતમય મોક્ષ મળવાને, હરિ: શરણં હરિ: શરણં.


કદા કંઈ કષ્ટ આવે તો, કુડી વ્યાધિ સતાવે તો;

કુમતિ મનને ભમાવે તો, હરિ: શરણં હરિ: શરણં.


પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા


ભલે સંપત્તિ સુખ હોયે, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દારિદ્રય દુ:ખ તોયે, હરિ: શરણં હરિ: શરણં.


છકી જાવું નહીં સુખમાં, હરિ: શરણં હરિ: શરણં;

દબાવું નહીં કદી દુ:ખમાં, હરિ: શરણં હરિ: શરણં.


પરાયું દુ:ખ જોઈને, હરિ: શરણં હરિ: શરણં;

ભલે સુખ હોય કોઈને, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતોષને માટે, હરિ: શરણં હરિ: શરણં;

ટળે સહુ દોષ તે માટે, હરિ: શરણં હરિ: શરણં.


થવું નિષ્પાપ હોયે તો, હરિ: શરણં હરિ: શરણં;

સદાની શાંતિ ચ્હાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી- થાળ


સતાવે કામ ક્રોધાદિ, હરિ: શરણં હરિ: શરણં;

દબાવે મોહ લોભ કદી, હરિ: શરણં હરિ: શરણં.


વિષયમાં ઈન્દ્રિયો દોડે, હરિ: શરણં હરિ: શરણં;

ચપળ મનને હરે જોડો, હરિ: શરણં હરિ: શરણં.


વચન કુડાં કહે કોઈ, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દુ:ખ દે અબળ જોઈ, હરિ: શરણં હરિ: શરણં.


વૃથા અભિમાન જાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ક્ષમા અપરાધ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


અધિક ઉદ્વેગમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં;

અતુલ આનંદમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં.


કદી કોઈ હાણ્ય થાયે તો, હરિ: શરણં હરિ: શરણં;

ભલે કાંઈ લાભ થાયે તો, હરિ: શરણં હરિ: શરણં.


અશક્તિમાં સશક્તિમાં, હરિ: શરણં હરિ: શરણં;

સહુ વાતે સદા સ્મરવું, હરિ: શરણં હરિ: શરણં.


ઘણું કહેવા થકી શું છે, હરિ: શરણં હરિ: શરણં;

શ્રુતિનું વાક્ય સમજી લે, હરિ: શરણં હરિ: શરણં.


ખરો એ સાર સંસારે, હરિ: શરણં હરિ: શરણં;

સુભાવી જન ઉર ધારે, હરિ: શરણં હરિ: શરણં.


સદા સંતો જપે છે જે, હરિ: શરણં હરિ: શરણં;

તપસ્વીઓ તપે છે તે, હરિ: શરણં હરિ: શરણં.


રટે શિવ શેષ બ્રહ્માદિ, હરિ: શરણં હરિ: શરણં;

મહા મુનિરાય સનકાદિ, હરિ: શરણં હરિ: શરણં.


  શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 


ભજનનું તત્વ એ જાણો, હરિ: શરણં હરિ: શરણં;

પરમ સુખ એ થકી માણો, હરિ: શરણં હરિ: શરણં.


ભલે હો જાગતા સૂતા, હરિ: શરણં હરિ: શરણં;

ભલે બેઠા ભલે ફરતા, હરિ: શરણં હરિ: શરણં.


ભલે કંઈ કાર્ય હો કરતા, હરિ: શરણં હરિ: શરણં;

રખે એ વાત વિસરતા, હરિ: શરણં હરિ: શરણં.


સફળ આ જન્મ થાવાને, હરિ: શરણં હરિ: શરણં;

સુખે વૈકુંઠ જાવાને, હરિ: શરણં હરિ: શરણં.


સુખદ હરિગીત ગાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ખરા હરિદાસ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...