આવો સત્સંગ માઁ: અઘિક માસ નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસ નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસ  નિત્ય કરો શ્રી ગોવિંદ નામમાલા | Shree Govind Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-govind-jap-mala-in-gujarati
shree-govind-jap-mala-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી શ્રી ગોવિંદ નામમાલા ગુજરાતી મા


શ્રી ગોવિંદ નામમાલા
 
ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ રથાંગપાણે I
ગોવિંદ ગોવિંદ મુકંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સમુદ્રશાયી, ગોવિંદ ગોવિંદ અપારમાયી I
ગોવિંદ ગોવિંદ સબુદ્ધિદાયી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અચિન્ત્યરૂપ, ગોવિંદ ગોવિંદ ત્રિલોકરૂપ I
ગોવિંદ ગોવિંદ જગત્સ્વરૂપ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ સુરાસુરેશ, ગોવિંદ ગોવિંદ ચરાચરેશ I
ગોવિંદ ગોવિંદ પરાત્પરેશ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ દશાવતાર, ગોવિંદ ગોવિંદ અનંતપાર I
ગોવિંદ ગોવિંદ ભવાબ્ધિસાર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતમૂર્તે, ગોવિંદ ગોવિંદ અનંતશક્તે I
ગોવિંદ ગોવિંદ અનંતકીર્તે, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતનામ, ગોવિંદ ગોવિંદ અખંડધામ I
ગોવિંદ ગોવિંદ રમેશરામ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સરોજનેત્ર, ગોવિંદ ગોવિંદ મહાપવિત્ર I
ગોવિંદ ગોવિંદ સુધાચરિત્ર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ ગોવિંદ કૃપાનિકેત, ગોવિંદ ગોવિંદ સદા વિરક્ત I
ગોવિંદ ગોવિંદ મહેશવિત્ત, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાવતારી, ગોવિંદ ગોવિંદ જનાર્તિહારી I
ગોવિંદ ગોવિંદ ગિરીંદ્રધારી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ પ્રપન્નપાલ, ગોવિંદ ગોવિંદ કૃતાંતકાલ I
ગોવિંદ ગોવિંદ વ્રજેશબાલ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાદિકતા, ગોવિંદ ગોવિંદ સુરાર્તિહર્તા I
ગોવિંદ ગોવિંદ શરીરભર્તા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ જગન્નિયંતા, ગોવિંદ ગોવિંદ સુશાંતિદાતા I
ગોવિંદ ગોવિંદ વિભો વિધાતા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II


ગોવિંદ નામે સુખ સર્વ થાયે, ગોવિંદ નામે સહુ દુ:ખ જાયે I
ગોવિંદ નામે અતિ શુદ્ધ-બુદ્ધિ, ગોવિંદ નામે સહુ કાર્ય-સિદ્ધિ II

ગોવિંદ નામે સહુ પાપ પાસે, ગોવિંદ નામે સહુ પુણ્ય પાસે I
ગોવિંદ નામે સહુ ભાગ્ય જાગે, ગોવિંદ નામે ભવભીતિ ભાગે II

(શાર્દૂલવિક્રીડિત વૃત)
કાશીક્ષેત્રવિષે સમે ગ્રહણને, ગૌદાન કોટી કરે I
સો સંક્રાંતિકદી મહામકરની, વાસ પ્રયાગે કરે II

પૂજે યજ્ઞ કરી સહસ્ત્ર દશ વા, મેરુ સમું સ્વર્ણ દે I
પણ તે પુણ્ય ન થાય તુલ્ય કદીયે, ગોવિંદના નામથી  II


(અનુષ્ટુપ છંદ)
 
ગોવિંદ નામની માળા, સર્વ સંતાપહારિણી I
પ્રેમથી પહેરનારને મહા-મંગલકારિણી II

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...