આવો સત્સંગ માઁ: અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા | Shree Mukund Jap Mala | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા | Shree Mukund Jap Mala | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા | Shree Mukund Jap Mala |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa


shree-mukund-jap-mala-aavosatsangmaa
shree-mukund-jap-mala-aavosatsangmaa



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી મુકુંદ જપ માળા ગુજરાતી મા


શ્રી મુકુંદ નામમાલા


જય જય મુકુંદ સુખમય મુકુંદ, ચિન્મય મુકુંદ નિર્ભય મુકુંદ.
હરિ હરિ મુકુંદ નરહરિ મુકુંદ, માધવ મુકુંદ કેશવ મુકુંદ.

ભૂધર મુકુંદ હલધર મુકુંદ, શ્યામલ મુકુંદ કોમલ મુકુંદ.
વ્રજપતિ મુકુંદ પશુપતિ મુકુંદ, ગોપતિ મુકુંદ શ્રીપતિ મુકુંદ.

જનપતિ મુકુંદ નરપતિ મુકુંદ,  સત્પતિ મુકુંદ સદગતિ મુકુંદ.
સુરપતિ મુકુંદ નિધિપતિ મુકુંદ, મતિપતિ મુકુંદ ક્ષિતિપતિ મુકુંદ.

પયહર મુકુંદ દધિહર મુકુંદ, મનહર મુકુંદ ભવહર મુકુંદ.
મદહર મુકુંદ બકહર મુકુંદ, અઘહર મુકુંદ ભયહર મુકુંદ.

શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી- થાળ


જયકર મુકુંદ હિતકર મુકુંદ, શ્રીકર મુકુંદ શુભકર મુકુંદ.
હરિવર મુકુંદ શ્રીવર મુકુંદ, રઘુવર મુકુંદ યદુવર મુકુંદ.

ગુરુવર મુકુંદ નટવર મુકુંદ, નટવર મુકુંદ સુરવાર મુકુંદ.
અચ્યુત મુકુંદ અદભૂત મુકુંદ, શાશ્વત મુકુંદ સુવ્રત મુકુંદ.

કારણ મુકુંદ તારણ મુકુંદ, ભોજન મુકુંદ ભોક્તા મુકુંદ.
વિક્રમ મુકુંદ વામન મુકુંદ, પદ્મી મુકુંદ પાવન મુકુંદ.

ઉદભવ મુકુંદ સંભવ મુકુંદ, કર્તા મુકુંદ ભર્તા મુકુંદ.
મંગલ મુકુંદ મોહન મુકુંદ, ઉત્તમ મુકુંદ ગુરુત્તમ મુકુંદ.

ભોગી મુકુંદ યોગી મુકુંદ, ધાતા મુકુંદ સત્તા મુકુંદ.
ભાવન મુકુંદ જીવન મુકુંદ, ગુણમય મુકુંદ નિર્ગુણ  મુકુંદ.


દિનકર મુકુંદ ભાસ્કર મુકુંદ, ઈશ્વર મુકુંદ મહેશ્વર મુકુંદ.
મોક્ષદ મુકુંદ અભયદ મુકુંદ,  અવ્યય મુકુંદ પ્રત્યય  મુકુંદ.

વ્યાપક મુકુંદ રક્ષક મુકુંદ, વંદિત મુકુંદ પૂંજિત મુકુંદ.
પ્રભુવર મુકુંદ વિભુવર મુકુંદ, સાધન મુકુંદ સિદ્ધિદ મુકુંદ.

ભુક્તિદ મુકુંદ ભક્તિદ મુકુંદ, મુક્તિદ મુકુંદ શાંતિદ મુકુંદ.
સ્વસ્તિદ મુકુંદ કામદ મુકુંદ, અવિચળ મુકુંદ અનુપમ મુકુંદ.

આશ્રય મુકુંદ આત્મા મુકુંદ, શ્રીમન મુકુંદ ભગવન મુકુંદ.
શંખી મુકુંદ ચક્રીત મુકુંદ, વ્યંકટ મુકુંદ વિઠ્ઠલ મુકુંદ.

એ હરિ મુકુંદ ભાવે ભજાય, સૌ દુરિત જાય દુર્ગુણ તજાય.
એ હરિ મુકુંદ ભાવે ભજાય, સદગુણ સજાય સહુ કષ્ટ જાય.

એ હરિ મુકુંદ સહેજે સ્મરાય, શ્રમ નહિ જરાય ભવજળ તરાય.
એ હરિ મુકુંદ જો મુખ જપાય, કલિમલ કપાય કેશવ કૃપાય.



ટળતાં અપાય સુખ નવ મપાય, 
જન જઈ મુકુંદ-પદમાં સ્થપાય.
(અનુષ્ટુપ છંદ)
મુકુંદ નામ રત્નોની, માળા જેણે કરે ધરી;
અથવા કંઠમાં પહેરી, તે આવે ભવે ફરી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...