આવો સત્સંગ માઁ: પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

 પુરૂષોતમ માસ નિત્ય કરો શ્રી નમો નારાયણ નામમાલા | Shree Namo Narayan Jap Mala in Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

shree-namo-narayan-jap-mala-in-gujarati
shree-namo-narayan-jap-mala-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી નમો નારાયણ નામ માલા ગુજરાતી મા


નમો નારાયણ


ગંગા કાઠે ખેતર રે, નમો નારાયણ,
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે, નમો નારાયણ,
ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર વાવીયા રે, નમો નારાયણ,
વાવ્યા જવા ને તલ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે, નમો નારાયણ,
રાખ્યા છે અર્જુન-ભીમ, હરિહર વાસુદેવાય.


ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ,
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મ ને પાપ બે તોળિયા રે, નમો નારાયણ,
ત્રાજવાં ત્રિકમ ને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ,
પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય.

ધર્મીને વૈકુંઠ ઢુંકડું રે, નમો નારાયણ,
પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય.

ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ,
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદેવાય.

હરિએ દ્વાર ઉઘાડિયા રે, નમો નારાયણ,
આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય.



બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ,
સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય.

કળજુગ કડવો લીંબડો રે, નમો નારાયણ,
મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, હરિહર વાસુદેવાય.

ગાય શીખે ને સુણે સાંભળે રે, નમો નારાયણ,
તેનો હોજો વૈકુંઠમાં વાસ, હરિહર વાસુદેવાય.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...