આવો સત્સંગ માઁ: પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી | શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી | શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી |  શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

purushottam-aarti-in-gujarati-purushottam-thal-in-gujarati
purushottam-aarti-in-gujarati-purushottam-thal-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ  આપણા ગુજરાતી લેખ આવો સત્સંગ મા આજે આપણે જાણીશું પુરૂષોતમ માસ નિત્ય કરો | શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી |  શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ | Purushottam aarti in gujarati | Purushottam thal in gujarati | 


 શ્રી પુરૂષોત્તમ ભગવાન આરતી


ઉતારો આરતી પુરૂષોત્તમ ઘરે આવ્યાં,
ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યાં રે. ઉતારો આરતી…
 
મીરાનું વિષ અમૃત કીધું, મીરાંએ એ પ્રેમે પીધું,
રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી…
 
શામળશાના વિવાહ કીધા, કુંવરને મામેરા દીધા,
નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી…

  શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 
 
ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યાં,
અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી…
 
કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સાધી કીધી,
ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી…
 
સ્તંભ કોડી હિરણ્યાકશ્યપ માર્યો, પ્રહલાદજીને પોતે તાર્યો,
ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી…
 
સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી,
લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી…
 
સુદામાના તાંદુલ ખાધા, શબરી બાઈના બોર ખાધા,
જમ્યા વિદુર ઘેર ભાજી રે. ઉતારો આરતી…
 
દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી,
મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી…
 
માટી ખાતા મોહનજીને, માતાજીએ જોયું જઈને,
ચૌદ લોક બતાવ્યા રે. ઉતારો આરતી…
 
મહા શંકરને માધવ મળ્યા, જન્મોજન્મના પાપો ટળ્યા,
રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી…


 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


શ્રી પુરૂષોત્તમ ભગવાન થાળ


જમવા પધારો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
હા રે રસોઈ મારે હાથે બનાવી,
પ્રાણજીવન તમ કાજ રે, મારી પ્રેમની થાળી.
 
ભાત રે ભાતના મેવા બનાવ્યા,
વિધવિધના પકવાન રે, મારી પ્રેમની થાળી.
 
જળ રે જમનાજીની ભરી લાવું ઝારી,
આચમન કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
 
લવિંગ, સોપારી ને પાનનાં બીડલાં,
મુખવાસ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.


સાગ રે સીસમના ઢોલિયા ઢળાવું,
પોઢણ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.


માધવદાસના સ્વામી શામળિયા,
તમ પર જાઉં બલિહાર રે, મારી પ્રેમની થાળી.


બોલીયે શ્રી પુરૂષોત્તમ ભગવાનની જય







ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...