આવો સત્સંગ માઁ: 24 ઓગસ્ટ 2022 શ્રાવણ વદ - 13 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત || Budh Pradosh Vrat katha Mahima In Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

24 ઓગસ્ટ 2022 શ્રાવણ વદ - 13 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત || Budh Pradosh Vrat katha Mahima In Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

24 ઓગસ્ટ 2022 શ્રાવણ વદ - 13 બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત || Budh Pradosh Vrat katha Mahima In Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

budh-pradosh-vrat-katha-mahima-in-gujarati
budh-pradosh-vrat-katha-mahima-in-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું બુઘ પ્રદોષ તિથિ માહિતી , પુજન સમય અને બુઘ પ્રદોષ ની વ્રત કથા 

 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


બુઘવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ શુંભ સંયોગ ને બુઘ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે એમાં પણ વદ પક્ષના પ્રદોષ નું માહાત્મ્ય વઘારે હોય છે. 

 બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય   


જેમ દર મહિનાની એકાદશી વ્રત રાખવામાં આવે છે, તેવી જ રીતે ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એકાદશી પુણ્ય ઉપવાસ અને પ્રદોષ કલ્યાણકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત સૌથી વિશેષ ઉપવાસ છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની અને બુધવાર હોવાથી ભગવાન ગણેશ ની પૂજા કરવામાં આવે છે. ત્રયોદશી તિથિનું વ્રત સાંજે રાખવામાં આવે છે, 

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


જો પ્રદોષ વ્રત સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ વ્રત, જો તે મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ વ્રત અને જો બુધવારે હોય તો તેને બુધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. બુધ પ્રદોષ વ્રતની પૂજા મુખ્યત્વે શિવની કૃપા અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

ત્રિયોદશી તિથિનો પ્રારંભ - 24 ઓગસ્ટ સવારે 08:30 કલાકે

ત્રયોદશી તિથિની સમાપ્તિ - 25મી ઓગસ્ટના રોજ સવારે 10.37 કલાકે

 પ્રદોષકાળ સમય સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે પુજન દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય સાંજે 6:37 થી 8:57 સુધીનો રહેશે.

એકવાર શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


બુધ પ્રદોષ વ્રતકથા

એક પુરુષના નવા નવા લગ્ન થાય હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે “આજે બુધવાર છે, અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે.” પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબજ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટા માંથી  પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી. અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી.પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે,” ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં. અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો . ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પોહચી ગયા અને ત્યાર પછીથી  નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.


 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...