આવો સત્સંગ માઁ: જેઠ વદ એકાદશી યોગિની એકાદશી કથા ગુજરાતીમાં | Yogini Ekadashi Vrat Katha | #આવોસત્સંગમાઁ #aavosatsangma

જેઠ વદ એકાદશી યોગિની એકાદશી કથા ગુજરાતીમાં | Yogini Ekadashi Vrat Katha | #આવોસત્સંગમાઁ #aavosatsangma

જેઠ વદ એકાદશી યોગિની એકાદશી કથા ગુજરાતીમાં | Yogini Ekadashi Vrat Katha | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

 
Yogini-Ekadashi-Vrat-Katha-Gujarati
Yogini-Ekadashi-Vrat-Katha-Gujarati

 

સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી  યોગિની એકાદશી કથા ગુજરાતીમાં

ૐ નમો ભગવતે વાસુદેવાય


ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા :" હે જનાદૅન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વણૅન કરો. આ એકાદશીનુ નામ શું છે? તેનું માહાત્મ્ય શું છે?" 

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : " જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ યોગીની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમા ભોગ અને પરમલોકમાં મુક્તિ દેનાર છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણોમાં કહેલી કથા કહું છું.

 

અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવભકત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુદંર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવર માંથી પુષ્પ લઈ આવ્યો. પરંતુ કામાશકત થવાને કારણે પુષ્પો ને રાખાને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ના આવ્યો. જ્યારે રાજા કુબેર ને તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેણે ક્રોધ પૂર્વક તેના સેવકો ને આજ્ઞા કરી કે -" તમે લોકો જઈને હેમમાલી ને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યો નથી?" જ્યારે યક્ષોને તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કેહવા લાગ્યા " હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલવવાની આજ્ઞા આપી. હેમમાલી રાજા સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યતં ક્રોધ આવ્યો. અને તમના હોય ફફડવા લાગ્યા તેમણે કહ્યું - રે પાપી મહાનીચ કામી તે મારા પરમ પુજનીય ઈશ્ર્વરોના ઈશ્વર શિવજી નો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીની વિયોગ ભોગવશે અને મુત્યુ લોકમાં જઈને કોઢી થશે.

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


કુબેરના શાપથી તેજ સમયે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો.તેની સ્ત્રી પણ તેનાથી છુટી પડી ગઈ. મુત્યુલોકમા આવી તેણે મહાદુઃખ ભોગવ્યાં. પરંતુ શિવજી ના ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી, તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકમોનુ સ્મરણ કરતાં હિમાલય પવૅત ની તરફ ચાલ્યો. ત્યાં ચાલતા ચાલતા માકૅડેય ઋષિના આશ્રમમાં પોહચ્યો. તે ઋષિ અત્યંત તપસ્વી અને વૃધ્ધ હતા. તે બીજા બ્રહ્મા સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો.


તેમને જોઈને માકૅડેય ઋષિ બોલ્યા : "તે એવા ક્યાં ખોટાં કમૉ કર્યૉ છે , જેનાથી તું કોઢી થયો અને મહાન દુ:ખ ભોગવે છે ? " ત્યારે હેમમાલી એ કહ્યું :" હે મુનિ હું રાજા કુબેરને નો સેવક છું. હેમમાલી મારૂં નામ છે. રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવશે અને કોઢી થઈને મુત્યુ લોકમાં દુ:ખ ભોગવે. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુ:ખ ભોગવું છું. તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય" 

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 


તેથી માકૅડેય ઋષિ બોલ્યા :" ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યાં છે, તેથી હું તારા ઉદ્રાર માટે વ્રત બતાવ છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનુ વિધીપૂવૅક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે."  તેથી હેમામાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિ ના વચન અનુસાર યોગિની એકાદશી નું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી નો વિહાર કરવા લાગ્યો.

 

હે રાજન આ યોગિની એકાદશી ની કથાનું ફળ ઈકયાસી હજાર બ્રહ્માણોને ભોજન કરાવવા બરાબર છે. આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.

 ૐ નમો ભગવતે વાસુદેવાય

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

1 ટિપ્પણી:

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...