આવો સત્સંગ માઁ: માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | વ્રત કયારે છે ? | Jivantika Vrat Date 2022 | Jivantika Vrat Su Na Karvu | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | વ્રત કયારે છે ? | Jivantika Vrat Date 2022 | Jivantika Vrat Su Na Karvu | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | વ્રત કયારે છે ? | Jivantika Vrat Date 2022 | Jivantika Vrat Su Na Karvu | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

 jivantika-vrat-date-jivantika-vrat-su-na-karvu-Gujarati


 


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2022 માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | માં જીવંતિકા વ્રત કયારે છે ?? 

ૐ શ્રી જીવંતિકા માતાયે નમઃ 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની મા જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 
આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે મા જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વંધ્યા સ્ત્રી પુત્રરત્ન પામે છે. મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.


 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


માં જીવંતિકા વ્રત માં શું ના કરવું

આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.
આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.
વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,
લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.
વહેતું પાણી ઓળંગવું નહિ.
આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.
પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,
કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.
બ્રહ્મચર્ય પાળવું.
ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર


આ વષૅ 2022 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.

પ્રથમ 29-7-2022
દ્રિતીય 5-8-2022
તૃતીયા 12-8-2022
ચતૃથ 19-8-2022

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...