આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 6 to 10 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 6 to 10 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના  6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 6 to 10 Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Anand-No-Garbo-Meaning-6-to-10-Gujarati
Anand-No-Garbo-Meaning-6-to-10-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  ગુજરાતી લખાણ સાથે .   


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 6 
થી 10 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ 


 

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા  || ૬  ||

જય શ્રી બહુચર માં માંડી લજ્જા, પાત્રતા , ચારીર્ત્ર્ય વગેરે કમૅ વગરનો અને અકમૅથી ભરેલો તેમજ મહામૂર્ખ છું કે મારી સાથે કોઈ બરોબરી કરી શકે તેવો કોઈ જ નથી. એવો છતાં પણ હું ભક્તિ રસ તારા ગુણ ગાવા પ્રેરાયો છું. તે મારૂં ગાંડાપણ છે. મારામાં દોષનો ઢગલો હોવા છતાં કાવ્યનું કથન કરવા તૈયાર છું|| ૬  ||

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા.  || ૭ ||

જય શ્રી બહુચર માં માંડી મૂઢ એવો હું મનની અંદર ગણી લીધૂ કે માની ઉત્પત્તિ નું વણૅન કરી શકીશ. પરંતુ તે નકામું છે. કારણકે બ્રાહ્મડમાં વ્યાપ્ત થઈને તમારી ઉત્પત્તિ કોઈજ જાણી શક્યું નથી. આપ માંડી સકળ વિશ્વ માં અણું માં વ્યાપી રહ્યા છે. કહેવામાં નથી જોવામાં નથી કે અનુભવવા માં નથી તે વસ્તુ ના સ્વરૂપ વિષે લખવું તે અકલ્પ વિષય છે. છતાં હે માડી તેવું કહેવાની ઈચ્છા કરી તે મારી મૂખૅતા છે|| ૭ ||

 

પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા  || ૮ ||

જય શ્રી બહુચર માં  માંડી તમો પ્રૌઢ , ઉગ્ર  અને પ્રબળ શક્તિમાન છો. તમારૂં પરાક્રમ પૂર્ણ સંપન્ન છે તેથી હું થોડુંપણ જાણી શકૂ તેમ નથી. કારણકે આપનું પરાક્રમ સંમૂતૅ છે.આપ પણ પૂર્ણ પ્રગટ અને અંખડ છો. એટલે કે જગજાહેર છો. તેવો હું આપને અજ્ઞાનના પ્રતાપે આપને પામવાની ઈચ્છા કરૂં છું. તેમ મારી અપૂર્ણતા છે|| ૮ ||
 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા.  || ૯ ||

જય શ્રી બહુચર માં  માડી સાગર નું સવૅ પાણી એક નાહવાના પાત્રમાં ભરીને શકાય નહીં છતાં પણ પ્રયત્ન કરૂં છું. અને તેમ થઈ શકે નહીં. અથૉત મહાસાગર જેટલા તમારા ગુણો હું નાનકડા મનરૂપી પાત્રમાં ભરવા માગું છું. સાગરરૂપ માંડીને ચાર તોલા જેટલા પણ મેળવી શકતો નથી. તે મનથી જાણૂ છું અને અનુભવ્યું છે|| ૯ ||


 
રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા  || ૧૦ ||

જય શ્રી બહુચર માં   માડી હજાર જીભોવાળો શેષનાગ આપનાં ગુણગાન ગાતા હારી ગયો. કારણકે તે માડી તારી શક્તિ જાણતો નહતો આપ મહાદેવજી માં પાવૅતી સ્વરૂપે વસેલાં હોવાથી શક્તિ ના યોગ બળવડે ત્રણલોકને  ધુજાવનાર અને હણનાર કહો છો. પણ તે કામદેવને આપે શક્તિ ના નેત્ર તેજથી બાળી ભસ્મભૂત કરી નાખ્યો. હે માં મારી બુદ્ધિ ઓછી છે. છતાં આપની દયા શક્તિથી કંઈક વધારે ગુણ ગાઇ શકીશ. તેવી આશા રાખું છું|| ૧૦ ||


વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...